Panchmahal News: પાવાગઢ યાત્રાધામમાં નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વે (Pavagadh Ropeway)માં અકસ્માતની ઘટના સામે આવી છે. માચીથી ડુંગર પર સામાન લઈ જતી ટ્રોલીનું કંટ્રોલ ખોરવાતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં હતાં. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક અધિકારીઓ, હાલોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
Pavagadh Ropeway: ટ્રોલી અને મશીન નીચે પટકાયાં
મળતી માહિતી મુજબ, પાવાગઢ (Pavagadh News)માં ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલિત માલવાહક રોપ-વે મારફતે ડુંગર પર સામાન પહોંચાડવામાં આવે છે. આ દરમિયાન ટ્રોલીનું કંટ્રોલ ખોરવાતાં ટ્રોલી અને મશીન નીચે ધસી આવ્યાં હતાં અને રોપ-વેના ફાઉન્ડેશન સાથે અથડાયાં હતાં.
ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની કે જાનહાનિની માહિતી સામે આવી નથી. અકસમાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પેસેન્જર રોપ-વે સેવા ચાલુ
આ ઘટના માલવાહક રોપ-વે (Ropeway Accident)માં બની હતી. તંત્રના જણાવ્યા અનુસાર, પેસેન્જર રોપ-વેની સેવા રાબેતા મુજબ ચાલુ છે. નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે પાવાગઢ પહોંચી રહ્યા હોવાથી રોપ-વે સેવા મહત્ત્વપૂર્ણ બની છે.
નવરાત્રિમાં રોપ-વેના સમયમાં ફેરફાર
નવરાત્રિ (Navratri News) દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા વહેલી સવારે શરૂ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં સવારે 5 વાગ્યે શરૂ થતી સેવા નવરાત્રિ દરમિયાન સવારે 4 વાગ્યાથી શરૂ થાય છે.
આસો નવરાત્રિના એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને પૂનમ જેવા દિવસોમાં રોપ-વે સેવા સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાનું આયોજન હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો: શિમલામાં બનશે દેશનો સૌથી લાંબો 14 કિલોમીટરનો રોપ-વે
આ પણ વાંચો: જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં વાર્ષિક મેન્ટેનન્સ, 9 દિવસ સેવા રહેશે સ્થગિત
આ પણ વાંચો: પાવાગઢમાં ડુંગર પર માલ-સામાન લઈ જતો રોપ-વે તૂટતા 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ
