Ahmedabad News/ નોકરીની ઓફર નકારી તો પતિને કર્યા ફોન, પરિણીતાના ચારિત્ર્ય અંગે આક્ષેપ કર્યાની ફરિયાદ

Narol Harassment Case: અમદાવાદના નારોલમાં નોકરીની ઓફર નકાર્યા બાદ પરિણીતાને ફોન અને મેસેજથી હેરાન કરવાનો આરોપ. પતિને અશ્લીલ માગણી કરી ચારિત્ર્ય અંગે આક્ષેપ કર્યાની ફરિયાદ નોંધાઈ.

Top Stories Ahmedabad Gujarat
Narol Harassment Case: નોકરીની ઓફર નકારી તો પરિણીતાને હેરાન કરી?

Ahmedabad News: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં નોકરીની ઓફર સ્વીકારવાનો ઇનકાર કરનાર 27 વર્ષીય પરિણીતાને એક યુવક દ્વારા હેરાન કરવામાં (Narol Harassment Case) આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ મહિલાના પતિને ફોન કરીને તેના ચારિત્ર્ય અંગે કથિત ખોટા આક્ષેપો કર્યા હોવાનો પણ આરોપ છે. વારંવારના ફોન, મેસેજ અને અભદ્ર વર્તનથી કંટાળેલી પરિણીતાએ આખરે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Narol Harassment Case: નોકરીની ઓફર નકારી તો અદાવત રાખ્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, થોડા મહિના અગાઉ પરિણીતાને નોકરીની જરૂર હોવાથી (Job Offer Dispute) તેમણે એક પરિચિત મારફતે પોતાનો બાયોડેટા મોકલાવ્યો હતો. આ દરમિયાન કીરીટ ચાવડા નામના યુવકે મેમનગર વિસ્તારમાં બેબી કેરની નોકરીની ઓફર કરી હતી. જોકે, નોકરીના સમયગાળા અનુકૂળ ન હોવાથી મહિલાએ આ ઓફર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે અન્ય એક ખાનગી સંસ્થામાં સુપરવાઇઝર તરીકે નોકરી મેળવી લીધી હતી.

મહિલાની ફરિયાદ (Woman Harassment) અનુસાર, નોકરીની ઓફર નકાર્યા બાદ પણ યુવક વારંવાર ફોન અને મેસેજ કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો.

રાત્રે વારંવાર ફોન કરી અશ્લીલ માગણી કર્યાનો આરોપ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં આરોપીએ રાત્રિના સમયે મહિલાને વારંવાર ફોન કર્યા હતા. મહિલાએ ફોન કાપી નાખ્યા છતાં કોલ ચાલુ રહેતાં તેમના પતિએ ફોન ઉપાડ્યો હતો અને પત્ની સૂઈ ગઈ હોવાનું જણાવ્યું (Married Woman Harassment) હતું.

આ સાંભળીને આરોપી ઉશ્કેરાઈ ગયો હોવાનો આક્ષેપ છે. તેણે મહિલાના પતિ પાસે પત્ની સૂતી હોય તેવો ફોટો મોકલવાની અશ્લીલ માગણી કરી હતી. આ ઉપરાંત, મહિલાના ચારિત્ર્ય અંગે અભદ્ર વાતો કરીને પતિ સમક્ષ ખોટા આક્ષેપો કર્યા હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.

દંપતીના લગ્નજીવનમાં વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ

ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે, આરોપીના વર્તનથી તેમના પારિવારિક જીવનમાં મુશ્કેલી ઊભી થવાની ચિંતા વધી હતી. વારંવારના ફોન, મેસેજ અને કથિત ધમકીઓથી કંટાળીને તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.આ મામલે પરિણીતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: લગ્નની ના પાડતા 22 વર્ષીય યુવકે ભારતીય મૂળની મહિલાને ગોળી મારી, પછી આત્મહત્યા

આ પણ વાંચો: જામનગરમાં ગર્ભવતી મહિલાને ડાકણ કહી સાસરિયાઓએ માર્યો માર

આ પણ વાંચો: મહિલાને 1 હત્યા કરવાની છુટ આપવી જોઈએ, NCPની મહિલા પાંખએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર