Tips and Tricks: આજે તમને કિચનના નેપકીન શી રીતે સાફ કરવા એની સરળ રીત (Kitchen Napkin Cleaning Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ. જેનાથી તમારું કામ આસાન થશે અને નેપકીન પણ એકદમ સ્વચ્છ થઈ જશે!
નેપકીનનો ઉપયોગ તો તમામ ઘરમાં થતો જ રહે છે. શરીર લૂછવા માટેના ટૉવેલથી માંડીને રસોડામાં ઉપયોગમાં લેવાતા નેપકીન સુધી તમામ ઘણા જ જરુરી હોય છે. નેપકીન શરીરની ગંદકી અને હાથની ગંદકીને લૂછવાના કામમાં આવે છે. વળી કિચનમાં પણ સાફ સફાઈ માટે અલગ પ્રકારે નેપકીનને ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને, રસોડા (Kitchen)માં વપરાતા નેપકીન તેલ અને મસાલાવાળા ગંદા હાથ લૂછાવાના કારણે ચીકાશયુક્ત અને મેલા થઈ જાય છે.
રેગ્યુલર રીતે ધોવાથી પણ એ પૂરી રીતે સાફ થતા નથી. ગંદકી વધવાથી એમાં ભેજ અને બેક્ટેરિયા ઉપરાંત વાસ પણ આવવા લાગે છે. તો આજે તમને કિચનના નેપકીન શી રીતે સાફ કરવા એની સરળ રીત દર્શાવવા જઇ રહ્યાં છીએ. જેનાથી તમારું કામ આસાન થશે અને નેપકીન પણ એકદમ સ્વચ્છ થઈ જશે!

કિચનના નેપ્કીન કેવી રીતે સાફ કરવા? (Kitchen Napkin Cleaning Tips)
હાથ લૂછવા માટેના રસોડાના નેપ્કીન ઘણા ગંદા થઈ જાય છે. એમને દર બીજા-ત્રીજા દિવસે સાફ કરતા રહેવું જરુરી છે. ગંદા નેપ્કીનથી ભોજનમાં ઈન્ફેક્શન અને બેક્ટેરિયાનો ગ્રોથ (Bacterial Growth) થવાનું જોખમ વધી જાય છે. કિચનના નેપ્કીન તેલ, ખોરાકના કમો અને અન્ય ગંદકીના સંપર્કમાં આવે છે જેને નોર્મલ પાણીથી નહિં પરંતુ ગરમ પાણી વડે સાફ કરવા જોઈએ.
1. સૌપ્રથમ એક ડોલમાં ગરમ પાણી (Hot Water) ઉમેરો. પાણી સારું એવું ગરમ હોવું જોઇએ.
2. હવે આ પાણીમાં ડિટર્જન્ટ (Detergent) ઉમેરો અને એને કોઈ સાધન વડે હલાવી લેવું.
3. કિચનના ગંદા અને ચીકાશયુક્ત નેપ્કીનને એમાં નાખીને પલળવા દેવા. લગભગ 1-2 કલાક સુધી એમ જ રાખવું જેથી એનો મેલ અને ચીકાશ કપાઇ શકે.
4. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે પાણીમાંથી કાઢીને સારી રીતે બ્રશ કરી લો. હવે થોડું ગરમ પાણી લો જેમાં આ નેપ્કીન ફરીથી ધોઇ લો જેથી એમાં રહેલું તમામ તેલ નીકળી જાય.
5. હવે નેપ્કીનને કપડા ધોવાના સાબુ વડે રેગ્યુલર રીતે ધોઈ લેવો. આમ કરવાથી નેપ્કિન તદ્દન સ્વચ્છ થઇ જશે. આ ટ્રિક અજમાવવાથી નેપ્કીનનું તમામ તેલ અને ગંદકી (Oil & Dirt) નીકળી જશે.
નેપ્કીનમાંથી જો દુર્ગંધ આવે તો શું કરવું? (Stinking Napkin Cleaning)
જો નેપ્કીનમાં ફૂગ જેવી કે ભેજની દુર્ગંધ આવતી હોય અને એને અડવાથી ચીકાશ મહેસૂસ થતી હોય તો દરરોજ આ નેપ્કીનને તડકા (Sunlight)માં સૂકવવા. કામ કર્યા બાદ કિચન નેપ્કીનને તડકે નાખવાથી એમાં રહેલા બેક્ટેરિયા દૂર થઇ જશે અને એની દુર્ગંધ દૂર થઇ જશે. તમારે એને વારે-વારે ધોવા નહિં પડે!

કિચન નેપ્કીન ધોવાની ટિપ્સ (Napkin Washing Tips)
નેપકીન શરીરની ગંદકી અને હાથની ગંદકીને લૂછવાના કામમાં આવે છે. વળી કિચનમાં પણ સાફ સફાઈ માટે અલગ પ્રકારે નેપકીનને ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને, રસોડામાં વપરાતા નેપકીન તેલ અને મસાલાવાળા ગંદા હાથ લૂછાવાના કારણે ચીકાશયુક્ત અને મેલા થઈ જાય છે. નેપકીનનો ઉપયોગ તો તમામ ઘરમાં થતો જ રહે છે. શરીર લૂછવા માટેના ટૉવેલથી માંડીને રસોડામાં ઉપયોગમાં લેવાતા નેપકીન સુધી તમામ ઘણા જ જરુરી હોય છે.
પરંતુ રેગ્યુલર રીતે ધોવાથી પણ એ પૂરી રીતે સાફ થતા નથી. ગંદકી વધવાથી એમાં ભેજ અને બેક્ટેરિયા ઉપરાંત વાસ પણ આવવા લાગે છે. તો આજે તમને કિચનના નેપકીન શી રીતે સાફ કરવા એની સરળ રીત (Kitchen Napkin Cleaning Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ. જેનાથી તમારું કામ આસાન થશે અને નેપકીન પણ એકદમ સ્વચ્છ થઈ જશે!

કિચન અને બાથરુમના નેપ્કિન અને ટૉવેલ અલગ-અલગ ધોવા જોઈએ. કારણ કે, બંનેમાં ગંદકી જુદી-જુદી હોય છે. જો તમારો ટૉવેલ ભારે હોય તો લેબલમાં દર્શાવ્યા અનુસાર ક્લીનિંગ કરવુંય જો ટૉવેલમાંથી ઘણી જ દુર્ગંધ આવતી હોય તો પાણીમાં બેકિંગ સોડા અને લીંબુ નાખીને એને પલાળી રાખો. પછી નોર્મલ રીતે ધોઈ લો. નેપ્કીન હોય કે ટૉવેલ….બંને સારી રીતે તડકામાં સુકાય પછી જ વાપરવા યોગ્ય રહેશે.
આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…
આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!
આ પણ વાંચો: નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…
