Tricks and Tips: દિવાળીના અવસરે લોકો પોતાના ઘરોની વિશેષ રીતે સજાવટ (Diwali Decoration) કરે છે. કોઈ ઘરના મુખ્ય દરવાજે ફૂલોની માળા અને તોરણ (Flower garland and Toran) લગાવે છે તો કોઈ રંગોળી (Rangoli) બનાવીને ઘરને સુંદર લુક આપે છે. આ ઉપરાંત, ઘરને આકર્ષક બનાવવામાં લાઈટો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકો વિવિધ પ્રકારની ઝાલરો અને લાઈટો (Diwali Lighting)થી સજાવટ કરે છે. દિવાળીના મોકા પર બાલ્કનીને રંગબેરંગી લાઈટો અને ઝાલરથી આકર્ષક બનાવવામાં આવે છે. જો તમે પણ આ દિવાળીએ બાલ્કનીને કંઇક અલગ અને શાનદાર લુક આપવા માગતા હો તો અહિં કેટલાક સજાવટના આઇડિયા (Diwali Decoration Tricks) આપેલા છે તેને અપનાવી શકો છો.
દિવાળીએ બાલ્કની સજાવટના 5 આઈડિયા (Diwali Decoration Tricks)
આ દિવાળીએ બાલ્કનીને કંઇક અલગ અને શાનદાર લુક આપવા માગતા હો તો અહિં કેટલાક સજાવટની 5 ટિપ્સ આપેલી છે.
1. પડદાની જેમ ઝાલર સજાવો (Lighting like Curtain)
બાલ્કનીની છત પર પડદાની જેમ ઝાલર લગાવીને તમે બાલ્કનીને ઓર આકર્ષક બનાવી શકો છો. આ લુક શાનદાર અને ફેસ્ટીવ લુક લાગશે! માર્કેટમાં આ પ્રકારની લાઈટો સરળતાથી મળી જાય છે. એમને બાલ્કની કે છતના ઉપરના ભાગમાં લગાવીને નીચેની તરફ લટકાવી શકાય છે.

2. રેલિંગને સજાવો (Lighting on Balcony Railing)
દિવાળીએ બાલ્કની સજાવવાની સૌથી સરળ રીત છે એની રેલિંગ પર ઝાલક લગાવવી…આ માટે તમે રંગબેરંગી LED લાઈટ્સનો ઉપયોગ કરી શકો છો. રેલિંગની ચારે તરફ ઝાલરને સીધી લાઈનમાં લગાવવાને બદલે ઘુમાવદાર રીતે લગાવો. આનાથી બાલ્કની દેખાવમાં અત્યંત સુંદર લાગશે. લાલ, પીળી, ભૂરી અને લીલી લાઈટો વાળી ઝાલર પસંદ કરી શકો છો. જો તમને સાદગી પસંદ હોય તો વોર્મ પીળી રોશની વાળી ઝાલર લગાવી શકો છો.

3. દિવાલો અને ખૂણાઓ પર લગાવો ઝાલર (Lighting on Walls)
બાલ્કનીની દિવાલો અને ખૂણાઓ પર ઝાલર લગાવીને એને વધુ ખૂબસૂરત બનાવી શકો છો. આ માટે દિવાલની કિનારીઓ પર લાઈટો એવી રીતે લગાવવી કે બાલ્કનીનો સમગ્ર આકાર રોશનીથી ઉભરી આવે! જો નાની બાલ્કની હોય તો આ પદ્ધતિ ઘણી જ સારી સાબિત થશે. ઝાલરને દિવાલ પર દિલ, સ્ટાર્સ અથવા તમારો મનપસંદ આકાર આપી શકાય છે.

4. કૂંડાથી કરો સજાવટ (Decorate pots with lighting)
જો તમારી બાલ્કનીમાં કૂંડા હોય તો એના પર પણ ઝાલર લગાવીને શાનદાર ફેસ્ટિવ લુક આપી શકો છો. કૂંડાઓની આસપાસ અથવા એની કિનારીઓ પર નાનકડી એલઈડી લાઈટ્સ લગાવી શકાય છે. એનાથી હરિયાળી અને રોશનીનો સુંદર મેળ દેખાય છે!

5. દરવાજાને સજાવો (Decorate Door with Lighting)
બાલ્કનીના દરવાજાની આસપાસ ઝાલર લગાવીને એને વધુ આકર્ષક અને શાનદાર ફેસ્ટિવ લુક આપી શકાય છે. દિવાળીએ દરવાજાના ઉપરના ભાગે અને બંને કિનારીઓ પર લાઈટો લગાવી શકાય છે. જો કાચનો સ્લાઇડિંગ દરવાજો હોય તો એની ફ્રેમની આસપાસ હળવી રોશનીવાળી ઝાલર લગાવી શકાય છે. સાથે એક નાનકડી સજાવટી લાલટેન અથવા એલઈડી દીવો પણ રાખી શકો છો.
આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…
આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!
આ પણ વાંચો: નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…
