Vadodara News: શહેરના અટલાદરા વિસ્તારમાં BAPS સર્કલ નજીક ઓટોરિક્ષા અને સ્કૂટી વચ્ચે અકસ્માત (Vadodara Rickshaw Accident) થતાં 15 વર્ષની કિશોરી ઇજાગ્રસ્ત થઈ હતી. ટક્કર બાદ રિક્ષા પલટી જતાં કિશોરી તેની નીચે ફસાઈ ગઈ હતી. આસપાસના લોકોએ તાત્કાલિક રિક્ષા ઊંચકીને તેને બહાર કાઢી હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન કિશોરીના જમણા ખભા પાસે ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન સ્થળ પર મૂકીને જતો રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
Vadodara Rickshaw Accident: પ્રસંગમાં જતાં પરિવારની રિક્ષાને અકસ્માત
મળતી માહિતી મુજબ, પોર ગામમાં રહેતાં પન્નાબેન મહેશભાઈ પરમાર પરિવાર સાથે વાસણા ખાતે ભાભીના શ્રીમંત વિધિના પ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. તેઓ પોર બ્રિજ નીચેથી ઓટોરિક્ષામાં બેઠાં હતાં. તેમની સાથે દીકરી જાનવી (ઉં.વ. 15), દીકરો દર્શ (ઉં.વ. 10), બહેન નયનાબેન અને ભાણી ભવ્યા પણ હતાં.
સ્કૂટી સાથે ટક્કર થતાં રિક્ષા પલટી
બપોરે આશરે 3:30 વાગ્યે રિક્ષા BAPS સર્કલ (BAPS Circle Accident)થી થોડે આગળ પહોંચી હતી. તે સમયે વિદ્યુતનગર કોલોનીમાં રહેતાં રેણુબેન નીરજભાઈ (ઉં.વ. 37) સ્કૂટી પર રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. ફરિયાદ મુજબ, રિક્ષાચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી સ્કૂટી સાથે ટક્કર મારી હતી. ટક્કર બાદ રિક્ષા પલટી જતાં જાનવી તેની નીચે ફસાઈ ગઈ હતી.
લોકોએ કિશોરીને બહાર કાઢી, પોલીસ તપાસ શરૂ
અકસ્મત બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને રિક્ષાને સીધી કરીને કિશોરીને બહાર કાઢી હતી. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના જમણા ખભા પાસે ફ્રેક્ચર (Minor Girl Injured) હોવાનું નિદાન થયું હતું.
આ મામલે પન્નાબેને અટલાદરા પોલીસ મથકમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અકસ્માત (Gujarat Road Accident) બાદ ચાલક રિક્ષા સ્થળ પર મૂકીને જતો રહ્યો હતો. પોલીસે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ મકવાણાને સોંપી છે.
આ પણ વાંચો: અમદાવાદના SG હાઇવે પર BMW કારનો અકસ્માત, ત્રણ વાહનોને ટક્કર; 3 ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: દ્વારકાનાં દર્શન કરીને દીકરીને મળવા જતો પરિવાર અકસ્માતનો ભોગ, 2નાં મોત
આ પણ વાંચો: ‘ડિવાઇડર ઊંચા કરશો તો પણ શ્વાન કૂદીને આવશે!’ હાઈવે પરના અકસ્માતો મુદ્દે હાઈકોર્ટની ટકોર
