Food Recipe/ ફાટેલા દૂધમાંથી બનાવો સૉફ્ટ અને સ્પોન્જી ઈડલી…બ્રેકફાસ્ટમાં બનાવવા માટે નોંધી લો રેસિપી…

ફાટેલા દૂધમાંથી તમે સૉફ્ટ અને સ્પોન્જી ઈડલી (Curdled Milk Idli) તૈયાર કરી શકો છે. એને બનાવવાનું તદ્દન આસાન છે. ફાટેલા દૂધ અને સોજીના કૉમ્બિનેશનથી બનતી…

Trending Food Lifestyle
Curdled Milk Idli...દૂધ ફાટે તો ચિંતા ન કરો! બનાવો Spongy ઈડલી...30 મિનિટમાં Amazing Recipe!

Food Recipe: ફાટેલા દૂધ અને સોજીના કૉમ્બિનેશનથી બનતી આ રેસિપી (Curdled Milk Idli) કમાલ લાગે છે અને બ્રેકફાસ્ટ માટે તો પરફેક્ટ ઓપ્શન છે.

કિચનમાં રાખેલા દૂધને સમયાંતરે ઉકાળવામાં ન આવે તો ફાટી જાય છે. આ સંજોગોમાં કેટલાક લોકો એને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે અથવા તો એનું પનીર (Paneer) બનાવી લે છે. પરંતુ આજે અહિં તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેને ફાટેલા દૂધમાંથી તમે સરળતાપૂર્વક તૈયાર કરી શકો છો. આ રેસિપી દ્વારા તમે ફાટેલા દૂધનો વપરાશ એક અત્યંત સાવાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો બનાવવામાં કરી શકાય છે. આ ફાટેલા દૂધમાંથી તમે સૉફ્ટ અને સ્પોન્જી ઈડલી તૈયાર કરી શકો છે. એને બનાવવાનું તદ્દન આસાન છે. ફાટેલા દૂધ અને સોજીના કૉમ્બિનેશનથી બનતી આ રેસિપી ખાવામાં કમાલ લાગે છે અને બ્રેકફાસ્ટ માટે તો પરફેક્ટ ઓપ્શન છે. અહિં એની રેસિપી જણાવવામાં આવેલી છે. તો વિના વિલંબે જોઈ લઇએ આ અદ્ભૂત રેસિપી…

Curdled Milk Idli Recipe
Curdled Milk Idli Recipe

શી રીતે બનાવશો ફાટેલા દૂધની ઈડલી? (Curdled Milk Idli Recipe)

ફાટેલા દૂધની ઈડલી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

ફાટેલું દૂધ

1 કપ સોજી

ઈનો અથવા બેકિંગ સોડા

સ્વાદાનુસાર મીઠું

Curdled Milk Idli Recipe
Curdled Milk Idli Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ફાટેલું દૂધ (Curdled Milk) લઇને એમાં 1 કપ સોજી (Suji) ઉમેરો. સ્વાદાનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો અને 2 કલાક માટે એમ જ રહેવા દો.

2. આ પછી એમાં એક પેકેટ ઈનો (Eno) અથવા તો અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

3. કૂકરમાં 2-3 ગ્લાસ પાણી ગરમ કરો અને ઈડલી સ્ટેન્ડને ગ્રીસ કરીને એમાં બેટરને ઉમેરી દો.

4. ઈડલીને સ્ટીમ કરી લો. 15-20 મિનિટ બાદ ઈડલી થઈ જાય એટલે ઈડલી સ્ટેન્ડને બહાર કાઢીને 2 મિનિટ ઠંડુ કરો.

5. ત્યાર બાદ એક ભીની ચમચી કે ટૂથપીકની મદદથી ઈડલીની કિનારીઓને છૂટી કરીને ઈડલી કાઢી લો.

તો તૈયાર છે ફાટેલા દૂધની સ્પોન્જી ઈડલી (Curdled Milk Idli)….જેને નારિયેળની ચટણી કે મગફળીની ચટણી સાથે સર્વ કરો અને નાસ્તાની મજા માણો.


આ પણ વાંચો: અઠવાડિયામાં 2થી 3 વાર બનાવીને ખાશો…વજન ઘટાડવામાં અસરદાર..બનાવવામાં તદ્દન સરળ..!

આ પણ વાંચો: સાંજે કશુંક ચટપટું ખાવાનું મન થતું હોય તો બનાવો પનીર સેન્ડવીચ…મસ્ત મજાની રેસિપી!