Ahmedabad News/ અમદાવાદના ઔડા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને AMTS બસમાં મળશે મફત પાસ

શું તમે કે તમારા ઘરના વડીલ અમદાવાદમાં Amtsની મુસાફરી કરો છો? જાણો તેમના માટે કઈ રાહતની વાત સામે આવી છે.

Gujarat Ahmedabad Breaking News
amts

Ahmedabad News: AMTS ફ્રી બસ પાસનો લાભ હવે ઔડા વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને મળશે. કેન્દ્રીય સૂચના અને માર્ગદર્શન મુજબ આ નિર્ણય લેવાયો છે. તેનાથી વરિષ્ઠ નાગરિકો એએમટીએસની બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

AMTS ફ્રી બસ પાસનો નિર્ણય શું છે?

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે આ મહત્ત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસની બસોમાં મફત મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવાનું નક્કી થયું છે.આ નિર્ણયથી ઔડા વિસ્તારના સિનિયર સિટીઝન્સ (AUDA senior citizens)ને ઘણી રાહત થશે.

ઈસ્કોન અને થલતેજ સુધીના નવા બસ રૂટ

ઔડા વિસ્તારમાં જાહેર પરિવહન સેવાઓ વહેલી તકે વધુ મજબૂત બને અને નાગરિકોને સુવિધાસભર કનેક્ટિવિટી મળે તે હેતુથી નવા એએમટીએસ બસ રૂટ (AMTS bus routes) પણ શરૂ કરાયા છે. તેમાં શેલા વિસ્તારથી ઈસ્કોન અને થલતેજ સુધીના રૂટનો સમાવેશ થાય છે.આ નવા રૂટ શરૂ થવાથી આ વિસ્તાર અને આસપાસના વિકસતા વિસ્તારોના રહીશોને એસ.જી. હાઈવે તથા શહેરના મુખ્ય કેન્દ્રો સુધી પહોંચવામાં મોટી સગવડ મળશે.

એએમટીએસ ફ્રી બસ પાસ માટે રહેઠાણનો પુરાવો જરૂરી

આ યોજનાનો લાભ લેવા ઔડા વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકોએ માન્ય રહેઠાણનો પુરાવો (proof of residence) રજૂ કરવાનો રહેશે. તેમાં આધાર કાર્ડ, લાઈટ બિલ કે વેરા બિલ જેવા દસ્તાવેજો ચાલશે, જે તેઓ સ્થાનિક રહીશ હોવાનું દર્શાવે.જરૂરી પ્રક્રિયા પૂરી થયા બાદ પાસ ઈશ્યૂ કરવામાં આવશે. તેના આધારે વરિષ્ઠ નાગરિકો શહેર અને ઔડા વિસ્તારમાં એએમટીએસ બસમાં મફત મુસાફરી (free travel) કરી શકશે.


આ પણ વાંચો: સિંધુભવનમાં એએમટીએસ બસ સ્ટોપ હટાવાયું, મનપાની કામગીરી પર સવાલો

આ પણ વાંચો: નારણપુરામાં એએમટીએસ બસની બ્રેક ફેલ! કાર ડિવાઈડર પર ચડી ગઈ, રસ્તા પર અફરાતફરી

આ પણ વાંચો: ઈસ્કોન ક્રોસ રોડ પર એએમટીએસ અને BRTS બસના ડ્રાઈવરો વચ્ચે માથાકૂટ, મુસાફરોને અધવચ્ચે ઉતારાયા