Una news/ ઉનાના નાદણમાં વાડીમાં રમતા 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

નાદણ (Nadan) ગામે દીપડાનો હુમલા બાદ વન વિભાગની કવાયત

Others Gujarat Breaking News
nadan

Una News:ઉના તાલુકાના નાદણ (Nadan)ગામે દીપડાનો હુમલોની ઘટનામાં વાડીમાં રમતા 9 વર્ષના બાળકને ગંભીર ઈજા થઈ છે. દીપડાએ બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ પરિવારજનોએ પીછો કરતાં તે બાળકને છોડીને નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નાદણ (Nadan)ગામે દીપડાનો હુમલો અને પરિવારનો પીછો

ઘટનાની વિગતો મુજબ નાદણ ગામની સીમમાં આવેલી વાડીમાં 9 વર્ષનો બાળક પરિવારજનો સાથે હતો અને ત્યાં રમી રહ્યો હતો. એ દરમિયાન ઝાડી-ઝાંખરામાંથી અચાનક ધસી આવેલા દીપડાએ બાળક પર હુમલો કર્યો અને તેને જડબામાં પકડી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો.

બાળકનો આક્રંદ સાંભળીને આસપાસના પરિવારજનો દોડી આવ્યા હતા. તેમણે લાકડીઓ સાથે બૂમાબૂમ કરીને દીપડા પાછળ દોટ મૂકી હતી. લોકોનો ઘેરાવ અને અવાજ જોઈને દીપડો ગભરાઈ ગયો અને બાળકને છોડી અંધારામાં સીમ તરફ નાસી ગયો હતો.

બાળકની સારવાર

દીપડાના નહોર અને દાંત વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળક (injured child)ને પરિવારે તરત ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ત્યાં તેની તબીબી સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગ (Forest Department)ની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને બાળકની તબિયત તથા ઈજાઓ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ કર્મચારીઓ નાદણની વાડી અને આસપાસના સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા.

ત્યાં પગમાર્ક (pugmarks)ના આધારે દીપડાનું ચોક્કસ લોકેશન શોધવાની કવાયત શરૂ કરાઈ છે. હુમલાખોર દીપડાને વહેલી તકે પકડવા ઘટનાસ્થળ નજીક પાંજરું (cage) ગોઠવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

ગ્રામજનોમાં ભય અને માગ

ગીર સોમનાથના ઉના પંથકમાં વન્યપ્રાણીઓના રહેણાંક અને સીમ વિસ્તારમાં આંટાફેરા વચ્ચે આ વધુ એક ઘટના સામે આવી છે. નાદણ અને આસપાસના ગામોમાં દીપડાના વધતા આંટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે.

ગ્રામજનોએ વન વિભાગ પાસે માગ કરી છે કે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારવામાં આવે અને દીપડાને પાંજરે પૂરવામાં આવે.


આ પણ વાંચો: સાણંદની સીમમાં ફરી દીપડાની હાજરીથી ફફડાટ: કૂતરાના મારણ બાદ વન વિભાગે ગોઠવ્યું પાંજરું

આ પણ વાંચો: ચીખલીમાં દીપડાએ બાઈક સવાર દંપતી પર કર્યો હુમલો, મહિલા ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: જુનાગઢના ઉપરકોટમાં દીપડાની લટાર! કિલ્લાની દીવાલ પર દેખાતા ચકચાર