Health Tips/ સવારે ખાલી પેટે પીઓ આમળાની ચા…પેટ સાફ કરવા અને વજન ઘટાડવામાં અસરદાર…જાણો બનાવવાની રીત…

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે. શું તમે ક્યારેય આમળાની ચા (Amla Tea) ટ્રાય કરી છે ખરી? એ ગુણકારી…

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Amla Tea પીઓ અને powerful Health Benefits મેળવો...20 મિનિટમાં તૈયાર!

Health Tips: આમળાની ચા (Amla Tea) શરીરને ડિટૉક્સ કરવાનું કાર્ય કરે છે. આને પીવાથી પેટ સાફ થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

મોટા ભાગે લોકો સવારે દૂધમાંથી બનેલી ચા પીએ છે પરંતુ એવું કહે છે કે ખાલી પેટે એકલી ચા પીવાથી સૌથી વધારે નુકસાન કરે છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો દૂધની ચાના સ્થાને તમે ગ્રીન ટી, હર્બલ ટી અથવા પછી આમળાની ચા (Amla Tea) પી શકો છો. આમળાની ચા શરીરને ડિટૉક્સ કરવાનું કાર્ય કરે છે. આને પીવાથી પેટ સાફ થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમે દરરોજ એને પી શકો છો પરંતુ જો તમને આમળાની ચા પસંદ ન પડે તો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર તો એને અવશ્ય પીવી જોઇએ.

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં વૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક સુપરફૂડ (Superfood) છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે.

આમળાના સ્વાસ્થ્યલાભ (Benefits of Amla)
આમળાના સ્વાસ્થ્યલાભ (Benefits of Amla)

ગુણકારી આમળાના સ્વાસ્થ્યલાભ (Benefits of Amla)

આયુર્વેદમાં આમળાને ‘અમૃતફળ’ (Amritfal, Ayurveda) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળના ગુણો એટલા બધા છે કે, એને સુપરફૂડ કહેવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટના મતે, આમળા એક દેશી દવા (Desi Medicine) જેવું કાર્ય કરે છે. એમાં એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, ફાઇબર ઉપરાંત વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક દ્રવ્યો હોય છે.

શિયાળાની ઠંડી ઋતુમાં આમળાના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. બાળકોથી લઇને વડીલો સુધી તમામ વયના લોકોએ આમળાનું સેવન કરવું જ જોઇએ.

ઓક્ટોબરનો મહિનો શરુ થતા જ બજારોમાં આમળા દેખાવા લાગે છે. આમળામાંથી લોકો અનેક પ્રકારની વાનગી બનાવે છે જેમાં આમળાની ચટણી ઘણી જ કૉમન છે. આ ઉપરાંત, લોકો અને ખાસ કરીને બાળકો એને કાચા જ ખાવાનું પસંદ કરે છે. આમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળામાં વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે. એના સેવનથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે અને વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ ઓછું થાય છે. શું તમે ક્યારેય આમળાની ચા ટ્રાય કરી છે ખરી? પીવામાં એ ગુણકારી હોવા ઉપરાંત એ એક ઈમ્યૂનિટી બૂસ્ટરની જેમ પણ કાર્ય કરે છે. અહિં આમળાની ચાની રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ…

આમળામાં વિટામિન સીની માત્રા અન્ય ફળો અને શાકભાજી (Vegetables or Fruits) કરતા સૌથી વધારે હોય છે. આમળા ખાવા આંખો, વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. જો તમે દરરોજ સવારે આમળાવાળી ચા પીઓ છો તો તમારું શરીર ક્લીન રહેશે અને પેટમાં જમા થયેલી તમામ ગંદકી ફ્લશ આઉટ થઈ જશે. આમળાના ચા શરીરને પૂર્ણ રીતે ડિટૉક્સ કરવાનું કાર્ય કરે છે. તો જાણીએ આમળાની ચા બનાવવાની રેસિપી…

Amla Tea Recipe
Amla Tea Recipe

શી રીતે બનાવશો આમળાની ચા? (Amla Tea Recipe)

આમળાની ચા બનાવવા માટે એક પૅન લઈને એમાં લગભગ 2 કપ જેટલું પાણી ઉમેરીને ગૅસ પર ઉકાળવા મૂકી દેવું. હવે પાણીમાં ઉભરો આવે ત્યારે એમાં થોડું છીણેલું આદુ ઉમેરી દેવું. ચાનો સ્વાદ વધારવા માટે તમે થોડા તુલસીના પાન પણ વાટીને ઉમેરી શકો છો. હવે એક આમળાનો ઠળીયો કાઢીને એને વાટીને પાણીમાં ઉમેરી દો. આ પાણી 1 કપ જેટલું થાય ત્યાં સુધી એને પકાવી લો. હવે ગાળીને એમાં થોડું મધ ઉમેરીને તમે પી શકો છો. જો તમારી પાસે તાજા આમળા ઉપલબ્ધ ન હોય તો તમે એમાં 1 ચમચી સૂકા આમળાનો પાઉડર પીવાથી શરીરને અઢળક ફાયદા પ્રાપ્ત થશે.

આમળાની ચા પીવાના ફાયદા

આમળાની ચા (Amla Tea) પીવાથી વજન ઘટાડવું (Weight Loss) સરળ થઈ જાય છે કારણ કે એનાથી મેટાબૉલિઝમ ઝડપી બને છે. આમળા ખાવાથી પાચન મજબૂત બને છે. આનાથી પેટની બીમારીઓ (Stomach Diseases)માં પણ ઘણો જ ફાયદો પ્રાપ્ત થાય છે. જેને પાચન સંલગ્ન સમસ્યાઓ હોય એમણે તો આમળાની ચા દરરોજ પીવી જોઈએ. આ ચાને બ્લડ શુગર કંટ્રોલ (Blood Sugar Control) કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. વિટામીન સી અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોવાથી આમળા શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો : શું દરરોજ આમળા ખાવાથી સફેદ વાળ ફરીથી કાળા થઈ શકે છે? શું કહે છે ડૉક્ટર?

આ પણ વાંચો : આમળાનો સ્વાદ પસંદ નથી તો…શિયાળામાં આયુર્વેદના આ ‘અમૃતફળ’નું સેવન કરવાની 7 ટિપ્સ…

આ પણ વાંચો : શિયાળામાં આ 3 રીતે કાચા આમળાનું સેવન કરો આમળાની આ ખાસ રેસીપી, દરેકને મજા આવશે