Ahmedabad News/ શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને 6 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ

4 ઓક્ટોબરના રોજ બપોરે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલય (CN Vidyalaya)માં આ ઘટના બની હતી

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલય (CN Vidyalaya)માં ધોરણ 9ના વિદ્યાર્થીને વર્ગખંડમાં સતત 6 લાફા (Student Slapping)મારવાના મામલે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે

Ahmedabad News : અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલય (CN Vidyalaya)માં ધોરણ 9ના વિદ્યાર્થીને વર્ગખંડમાં સતત 6 લાફા (Student Slapping)મારવાના મામલે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ (Teacher Suspended)કરવામાં આવ્યા છે. શાળાએ CCTV ફૂટેજના (CCTV Footage)આધારે તપાસ કમિટી બનાવી છે અને શિક્ષકને નોટિસ આપીને ખુલાસો માગ્યો છે. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

વર્ગખંડમાં વિદ્યાર્થીને 6 લાફા માર્યા

મળતી માહિતી મુજબ, ગત 14 ઓક્ટોબરના રોજ બપોરે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલય (CN Vidyalaya)માં આ ઘટના બની હતી. ધોરણ 9નો વિદ્યાર્થી વર્ગખંડમાં પહેલી બેન્ચ પર બેઠો હતો. આ દરમિયાન શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીએ અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં તેને સતત 6 લાફા (Student Slapping)માર્યા હતા.

વિદ્યાર્થી વર્ગખંડમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે તેને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. માર માર્યા બાદ વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ સમગ્ર ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ વાલીએ આ મામલે ગંભીરતા દાખવી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂઆત કરી હતી.

CCTV ફૂટેજના આધારે શાળાએ તપાસ શરૂ કરી

વાલીની રજૂઆત અને ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલે કાર્યવાહી શરૂ થઈ હતી. શાળાએ સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. આ ઉપરાંત સંબંધિત શિક્ષકને નોટિસ આપીને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે.

શાળાએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પણ પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ અને જવાબ રજૂ કર્યો છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને સસ્પેન્ડ (Teacher Suspended)કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરી DEOને રિપોર્ટ આપશે

આ મામલે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ પણ તપાસ હાથ ધરી છે. DEO દ્વારા શાળાને નોટિસ પાઠવી આચાર્ય પાસેથી ખુલાસો માગવામાં આવ્યો હતો. સાથે જ શિક્ષણ નિરીક્ષકને શાળાની સ્થળ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરીને સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને (District Education Officer)સોંપશે. આ રિપોર્ટના આધારે DEO દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં શિક્ષકને સસ્પેન્ડ (Teacher Suspended)કરવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો: ‘બુક કાઢવામાં મોડું થયું’ અને શિક્ષકે માર માર્યો! વિદ્યાર્થીને સારવાર માટે રાજકોટ લઈ જવાયો

આ પણ વાંચો: અરવલ્લીઃ વેજપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો ધો. 11ના વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર માર્યો સંજય પ્રજાપતિ નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ચોકલેટ ખાવા મુદ્દે લોબી અને રૂમમાં માર માર્યો શરીર પર ઈજાના નિશાન ઉપસી જતા હોસ્પિ. ખસેડ્યો વિદ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી

આ પણ વાંચો: ધો. 7ના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શિક્ષક સસ્પેન્ડ