Vadodara News: વડોદરાનું હરણી મોટનાથ તળાવ (Harni Lake Vadodara) એક સમયે લોકો માટે મનોરંજનનું લોકપ્રિય સ્થળ હતું. બાળકોની કિલકારીઓ અને પરિવારોની અવરજવરથી ધમધમતું આ સ્થળ આજે ઉજ્જડ હાલતમાં જોવા મળી રહ્યું છે. જાન્યુઆરી 2024માં હરણી લેકઝોનમાં થયેલી દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં બાળકો અને શિક્ષિકાઓ સહિત 14 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ લેકઝોન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે લાંબો સમય વીતી જતાં તળાવ વિસ્તારમાં જંગલી વનસ્પતિ ઊગી નીકળી છે અને મનોરંજન માટેની રાઇડ્સ પણ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે.
Harni Lake Vadodaraછ હરણી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવ્યું હતું
હરણી મોટનાથ તળાવને જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના ધોરણે વિકસાવવામાં આવ્યું હતું. અહીં બનાવવામાં આવેલા લેકઝોનમાં લોકો મનોરંજન માટે આવતા હતા. જોકે, જાન્યુઆરી 2024માં બનેલી દુર્ઘટના (Harni Lakezone Accident)એ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
દુર્ઘટના બાદ પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના મેનેજર સહિત કુલ 18 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જંગલી વેલા અને વનસ્પતિથી ઘેરાયું તળાવ
દુર્ઘટના (Harni Boat Tragedy) બાદ લેકઝોનમાં મુલાકાતીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારથી સ્થળની હાલત ધીમે ધીમે બગડતી ગઈ છે. તળાવની અંદર જંગલી વનસ્પતિ અને વેલાઓ ઊગી નીકળી છે. આસપાસના વિસ્તારમાં પણ ઘાસ અને છોડનું પ્રમાણ વધ્યું છે.
એક સમયે સુવ્યવસ્થિત મનોરંજન સ્થળ તરીકે ઓળખાતું આ પરિસર હવે ઉજ્જડ દેખાય છે. સ્થળની હાલત જોતાં તેની સફાઈ અને નિયમિત જાળવણી અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
મનોરંજનની રાઇડ્સ જર્જરિત હાલતમાં
લેકઝોનમાં આવેલી વિવિધ રાઇડ્સ પણ લાંબા સમયથી બંધ હોવાથી જર્જરિત હાલતમાં ફેરવાઈ (Gujarat News) ગઈ છે. જ્યાં પહેલાં બાળકો અને પરિવારોની ભીડ રહેતી હતી ત્યાં હવે નિર્જનતા જોવા મળે છે.
દુર્ઘટનાની યાદો સાથે જોડાયેલા આ સ્થળની વર્તમાન સ્થિતિને પગલે તેના ભવિષ્ય અંગે ચર્ચા શરૂ થઈ છે. તળાવ અને લેકઝોનની જાળવણી, સફાઈ તથા આગળના આયોજન અંગે સંબંધિત તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: રાજકોટમાં મનપાની રાઇડ્સમાં બેદરકારીથી હાહાકાર, ચકડોળમાં 100 ફૂટ ઊંચે લોકો ફસાયા
આ પણ વાંચો: જુનાગઢ ભવનાથમાં ગેરકાયદેસર રાઇડ્સ મામલે તંત્રનો મોટો નિર્ણય લેવાયો
આ પણ વાંચો: રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા
