Patan News: હારીજ કસ્તુરબા ગાંધી છાત્રાલય (Kasturba Gandhi hostel)માં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. છાત્રાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થીની બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ બનાવની જાણ થતા જ સ્થળ પર પોલીસ પહોંચી હતી.
કસ્તુરબા ગાંધી છાત્રાલય (Kasturba Gandhi hostel)માં શું બન્યું
ઘટનાની જાણ થતા હારીજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. 108ને પણ જાણ કરવામાં આવી હતી, અને પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતક વિદ્યાર્થીની બાવરડા ગામની રહેવાસી હીનાબેન જાખેસરા હોવાનું સામે આવ્યું છે. પેપર ખરાબ જતાં ચિંતામાં આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, જોકે પોલીસ તપાસ ચાલુ છે.
મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ (panel postmortem) માટે ધારપુર રિફર કરવામાં આવ્યો છે. પોલીસે FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાડોશી સાથેના ઝઘડા બાદ યુવકનો આપઘાત, બાપુનગર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
આ પણ વાંચો: ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, શાહીબાગ હેડ ક્વાર્ટર્સમાં હતી ફરજ પર
આ પણ વાંચો: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં 2 વિદ્યાર્થીના આપઘાત: પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કેસ અલગ
