Rajkot News : રાજકોટની સોની બજારમાં હર્ષદ મહાજન(Harshad Mahajan) ગેંગનો ત્રાસ સામે આવ્યો હોવાનો વેપારીઓનો દાવો છે. દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે બનેલા આ બનાવથી વેપારીઓમાં રોષ અને ડરની લાગણી છે. તહેવારની મોસમમાં વેપાર પર અસર પડતા સુરક્ષા અંગે ચિંતા વધી છે.
સોની બજારમાં વેપારીઓ સાથે માથાકૂટ
પ્રાપ્ત વિગતો મુજબ, આ ગેંગના શખ્સોએ સોની બજારમાં CP જ્વેલર્સ અને તેની આસપાસના લગભગ 3 અન્ય વેપારીઓ સાથે ગેરવર્તણૂક અને માથાકૂટ કરી હતી. દુકાનોના નામના બોર્ડ લોખંડના પાઇપથી તોડવાનો પ્રયાસ કર્યાનું પણ જણાવાયું છે. વેપારીઓના કહેવા મુજબ, બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકોની છેડતીના બનાવો પણ બન્યા છે, જેનાથી રોષ વધ્યો છે.
હર્ષદ મહાજન ગેંગ (Harshad Mahajan) ગેંગ સામે પોલીસ રક્ષણની માંગ
આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે સોની બજારના વેપારીઓએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તેમાં કડક પોલીસ રક્ષણની માંગ કરવામાં આવી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, આ જ ગેંગ અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન(Gandhigram Police Station) પર પથ્થરમારાની ઘટનામાં પણ સામેલ હતી. વેપારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ ફાયરિંગ બાદ મહારાષ્ટ્રમાં બિશ્નોઈ ગેંગના નેટવર્કની ચર્ચા ફરી તેજ
આ પણ વાંચો: શેરબજાર છેતરપિંડી આચરતી ગેંગના 3 આરોપી વડનગરના સુલીપુરમાંથી પકડાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
આ પણ વાંચો: અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ, એક આરોપીને પગમાં ગોળી
