india news/ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ: DAમાં 3%નો વધારો મંજૂર, હવે 63% મળશે; જાણો પગારમાં કેટલો વધારો થશે

Central Government DA Hike 2026: કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3% વધારાની ચર્ચા વચ્ચે ₹18,000ના મૂળ પગાર પર કેટલો લાભ થઈ શકે? DAની ગણતરી અને એરિયર્સની વિગતો જાણો.

Top Stories Gujarat India Breaking News
Central Government DA Hike 2026: DAમાં 3% વધારાથી ₹18,000ના પગારમાં કેટલો લાભ?

India News: દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3 ટકાના વધારાને મંજૂરી આપવામાં (Central Government DA Hike 2026) આવી છે. આ વધારા સાથે સાતમા પગાર પંચ હેઠળ DAનો દર 60%થી વધીને 63% થઈ જશે. આ નિર્ણયથી દેશભરના આશરે 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

Central Government DA Hike 2026: 1 જુલાઈથી લાગુ થશે વધારો, ચાર મહિનાનું એરિયર્સ મળશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Minister Ashwini Vaishnaw) આ વધારાની જાહેરાત કરી હતી. વધેલા DA અને DRનો અમલ 1 જુલાઈ, 2026થી કરવામાં આવશે. પરિણામે કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી ઓક્ટોબર સુધીના વધારાની બાકી રકમ એટલે કે એરિયર્સ પણ મળવાના રહેશે. આ વધારાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની મોંઘવારી સામેની આર્થિક રાહતમાં વધારો થશે.

સરકારના જણાવ્યા અનુસાર, DA અને DRમાં વધારાથી અંદાજે રૂ.10,016 કરોડનો વધારાનો ખર્ચ થશે. આ વધારો સાતમા પગાર પંચની ભલામણોના આધારે નક્કી કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર મંજૂર કરવામાં આવ્યો છે.

રૂ.18,000ના મૂળ પગાર પર કેટલો વધારો થશે?

જો કોઈ કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર રૂ.18,000 છે, તો અગાઉ 60%ના દરે તેને દર મહિને રૂ.10,800 DA મળતું હતું. હવે 63%ના દરે આ રકમ વધીને રૂ.11,340 થશે. એટલે કે કર્મચારીને દર મહિને રૂ.540નો વધારો મળશે.

તેવી જ રીતે, રૂ.9,000ના મૂળ પેન્શન પર અગાઉ 60%ના દરે રૂ.5,400 મોંઘવારી રાહત મળતી હતી. હવે 63%ના દરે આ રકમ વધીને રૂ.5,670 થશે. એટલે કે દર મહિને રૂ.270નો વધારો થશે.

અહીં નોંધવું જરૂરી છે કે આ ગણતરી માત્ર DA અથવા DRની છે. કર્મચારીના કુલ પગારમાં થતો ફેરફાર અન્ય ભથ્થાં અને પગારની વિગતો પર પણ આધારિત (7th Pay Commission) હોઈ શકે છે.

છઠ્ઠા અને પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓને પણ રાહત

કેબિનેટે છઠ્ઠા અને પાંચમા પગાર પંચના પગારધોરણ હેઠળ આવતા કર્મચારીઓ માટે પણ DAમાં વધારો મંજૂર કર્યો છે. આ વધારાનો અમલ પણ 1 જુલાઈ, 2026થી થશે.

સાતમા પગાર પંચ હેઠળ DAનો દર 60%થી વધીને 63% થશે. છઠ્ઠા પગાર પંચ હેઠળનો દર 262%થી વધીને 269% થશે, જ્યારે પાંચમા પગાર પંચ હેઠળ DAનો દર 483%થી વધીને 497% કરવામાં આવશે.

કેબિનેટની અન્ય યોજનાઓને પણ મંજૂરી

DA અને DRમાં વધારા ઉપરાંત કેબિનેટે અન્ય યોજનાઓને પણ મંજૂરી આપી છે. તેમાં કન્ટેનર ઉત્પાદન યોજના માટે રૂ.10,000 કરોડ અને પ્રધાનમંત્રી વિકાસ ગ્રામ સ્વરાજ યોજના માટે રૂ.7,395 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ યોજના માટે રૂ.1,856 કરોડ ખર્ચવાની યોજના છે. આ યોજના વર્ષ 2026-27થી 2033-34 સુધી આઠ વર્ષ ચાલશે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રમતગમતનાં સાધનોનું ઉત્પાદન વધારવા અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે.

આ યોજના હેઠળ ઉત્પાદન એકમોની સ્થાપના, મોટા રોકાણો, હાલના ઔદ્યોગિક ક્લસ્ટરોના વિકાસ અને વ્યવસાયોના વિસ્તરણને સહાય આપવાની જોગવાઈ છે. સાથે જ ઉત્પાદનનું પરીક્ષણ અને પ્રમાણપત્ર, સંશોધન, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, બ્રાન્ડિંગ અને પ્રમોશનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.


આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે HRAના નવા નિયમો, ભૂલ કરશો તો અટકી શકે છે ભથ્થું

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓની દશેરા પહેલા દિવાળી: 3% વધ્યું મોંઘવારી ભથ્થુ, પેન્શનરો માટે પણ DRમાં 3% નો વધારો પણ જાહેર