Food Recipe/ કરવા ચોથ પર પ્રસાદ ધરાવવા માટે બનાવી લો ‘ચાવલ કે ફર્રે’…આ ટ્રિકથી ઝડપથી થશે તૈયાર..!

ઘણા ઘરોમાં આ પારંપરિક ડિશ Rice Fara Recipe ને ‘કરવા માતા’ને પ્રસાદ ધરાવવા માટે તૈયાર કરવામાં આવે છે. જો તમે વિચારતા હો કે આ રેસિપી કેવી રીતે તૈયાર…

Trending Food Lifestyle
Rice Fara Recipe...ચાવલ કે ફર્રે નામથી Famous રેસિપી બનાવો...કરવા ચોથ 2026 પર special Prasad ધરાવો!

Food Recipe: કરવા ચોથ પર પૂજા અને પ્રસાદ (Karva Choth Prasad) માટે અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે છે જેમાં ‘ચાવલ કે ફર્રે’ (Chawal ke Farre or Rice Fara Recipe) પણ સામેલ છે. ઘણા ઘરોમાં આ પારંપરિક ડિશ (Traditional Dish)ને ‘કરવા માતા’ને પ્રસાદ ધરાવવા માટે તૈયાર કરવામાં આવે છે. જો તમે વિચારતા હો કે આ રેસિપી કેવી રીતે તૈયાર કરવી તો ચાલો જાણી લઇએ એની રેસિપી વિશે…આ વાનગીને મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં વિશેષ રુપે બનાવવામાં આવે છે.

શી રીતે બનાવશો ‘ચાવલ કે ફર્રે’ ?

‘ચાવલ કે ફર્રે’ (Rice Fara Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા પડશે.

Rice Fara Recipe Ingredients
Rice Fara Recipe Ingredients

સામગ્રી

1 કપ ચોખાનો લોટ

અડધો કપ ચણા દાળ

અડધો કપ અડદ દાળ

3-4 લીલાં મરચાં

1 નાની ચમચી આદુની પેસ્ટ

અડધી ચમચી લાલ મરચું પાવડર

2 ચમચી તાજી સમારેલી કોથમીર

અડધી ચમચી હળદર

1 નાની ચમચી ધાણા પાવડર

અડધી નાની ચમચી જીરું

અડધી નાની ચમચી રાઈ

1 મોટી ચમચી ચમચી ઘી

1 મોટી ચમચી તેલ

મીઠું સ્વાદાનુસાર

પાણી જરુર મુજબ

Rice Fara Recipe
Rice Fara Recipe

ચાવલ કે ફર્રે બનાવવાની વિધિ (Rice Fara Recipe)

1. અડધો કપ ચણા દાળ અને અડધો કપ અડદ દાળને ધોઈને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખવી. 2-4 કલાક પછી આ પલળેલી દાળને પાણી નિતારીને અધકચરી વાટી લેવી.

2.. દાળમાં 2 લીલા મરચાં બારીક સમારીને ઉમેરવા. 1 ચમચી આદુની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, સમારેલી તાજી કોથમીર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરવું.

3. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી. તમારું ફર્રાનું સ્ટફિંગ તૈયાર છે.

4. એક વાસણમાં એક કપ પાણી ઉકાળી લો અને એમાં 2 નાની ચમચી ઘી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે ગૅસ બંધ કરી દો.

5. એમાં એક કપ ચોખાનો લોટ (Rice Flour) ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. આ લોટને ઢાંકીને થોડી વાર માટે રાખી મૂકવો.

6. ત્યાર બાદ લોટને થાળીમાં કાઢીને હથેળીઓ પર ઘી લગાવીને એ મુલાયમ ન થાય ત્યાં સુધી કેળવી લેવો. જરુર પડ્યે એમાં 3 થી 4 ચમચી પાણીનો ઉપયોગ કરવો.

7. હવે ચોખાના લોટને નાના લુવા કરીને એને હથેળીમાં રાખીને ગોળ કરી લો. દબાવીને ચોખાના અટામણની મદદથી પૂરીની જેમ વણી લેવું.

8. આ ફર્રાને હથેળીમાં રાખીને થોડું સ્ટફિંગ ભરીને ફોલ્ડ કરી લો. આ જ રીતે બધા જ ફર્રા તૈયાર કરી લો.

9. એક વાસણમાં 2-3 કપ પાણી ગરમ કરો અને એની પર એક ચાળણી રાખીને તેલથી ગ્રીસ કરી લો. ચાળણી પર આ ફર્રા રાખીને મધ્યમથી ફાસ્ટ તાપે એને 10 મિનિટ સુધી પકાવી લો.

તો તૈયાર છે તમારા ચાવલ કે ફર્રે (Rice Fara Recipe)….આને બનાવીને તમે કરવા ચોથની પ્રસાદી રુપે ધરાવી શકો છો.


આ પણ વાંચો: ચોખાના લોટના ચીલા બનાવો, બનશે મુલાયમ અને જાળીદાર…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ચોખાના લોટની પૂરી…ન ઘઉંનો લોટ…ન મેંદો જોઇશે…ફટાફટ નોંધી લો શિયાળાની હૅલ્ધી રેસિપી…