ChhotaUdepur News : છોટાઉદેપુર જિલ્લામાં પાંચ વર્ષની માસૂમ બાળકીના અપહરણની (Child Kidnapping)ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. રંગપુર ગામેથી બાળકીના અપહરણના (Rangpur Kidnapping Case) કેસમાં ફરાર આરોપી નાશીકભાઈ નસરીયાભાઈ રાઠવાને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.આ સમગ્ર મામલામાં ચોંકાવનારી બાબત એ છે કે આરોપી સામે અગાઉ પણ કૌટુંબિક ભાઈની 14 વર્ષની સગીર બાળકી પર બળાત્કારના (Minor Rape Case)આરોપસર પોક્સો હેઠળ ગુનો (POCSO Case)નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Child Kidnapping : અગાઉનો પોક્સોનો કેસ સામે આવતા ચકચાર
એક તરફ પાંચ વર્ષની બાળકીના અપહરણ (Child Kidnapping)નો ગંભીર આરોપ અને બીજી તરફ અગાઉનો પોક્સોનો કેસ સામે આવતાં સમગ્ર જિલ્લામાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામેથી પાંચ વર્ષની બાળકીના અપહરણની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. 20 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બાળકી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. પોલીસની કામગીરી દરમિયાન બીજા દિવસે બોડેલી રેલવે સ્ટેશન ખાતેથી બાળકી મળી આવતાં તેને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવી હતી.
જોકે, બાળકી મળી આવ્યા બાદ પણ પોલીસ માટે આરોપીને ઝડપી પાડવાનો પડકાર યથાવત્ હતો. અપહરણના આ કેસમાં આરોપી ફરાર હોવાથી રંગપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો
તપાસ દરમિયાન આરોપી અમદાવાદમાં ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે રંગપુર પોલીસની ટીમે કાર્યવાહી કરી આરોપી નાશીકભાઈ નસરીયાભાઈ રાઠવાને અમદાવાદ ખાતેથી ઝડપી (Accused Arrested)પાડ્યો હતો. આમ, પાંચ વર્ષની બાળકીના અપહરણના કેસમાં ફરાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાનો કેસ નોંધાયો હતો
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે અગાઉ પણ સગીર બાળકી સાથેના દુષ્કર્મના આરોપસર ગુનો નોંધાયો હતો. આશરે એક વર્ષ અગાઉ આરોપીની 14 વર્ષની કૌટુંબિક ભાઈની સગીર બાળકી પર બળાત્કારના આરોપસર બોડેલી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, આરોપી સામે કવાંટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનો પણ નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ, પાંચ વર્ષની બાળકીના અપહરણના વર્તમાન કેસની તપાસ દરમિયાન આરોપી સામે અગાઉ નોંધાયેલા ગંભીર ગુનાની વિગતો પણ સામે આવી છે.
એક નાની બાળકીના અપહરણ (Child Kidnapping)ના કેસમાં આરોપીનું નામ સામે આવવું અને તેની સામે અગાઉ પણ સગીર બાળકી સંબંધિત ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો હોવાની માહિતી બહાર આવતાં આ મામલો વધુ ગંભીર બન્યો છે. આ કામગીરીથી પોલીસે કરેલી ઝડપી કામગીરીને લઇ પરિવારજનોએ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા સાથે પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..
પાંચ વર્ષની બાળકીના અપહરણની ઘટના બાદ પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી બીજા જ દિવસે બાળકીને શોધી કાઢી હતી. ત્યારબાદ ફરાર આરોપીને પણ અમદાવાદથી ઝડપી (Accused Arrested)પાડવામાં આવતાં પરિવારજનોએ રાહત અનુભવી છે. બાળકીને સુરક્ષિત શોઘી કાઢી અને આરોપીની તાત્કાલિક ધરપકડને પગલે પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.
હાલ રંગપુર પોલીસે આરોપીને ઝડપી પાડી અપહરણના કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ અને અપહરણના મામલા લગતી વિગતોની તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ, આસામમાંથી આરોપી ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદમાં ₹34.15 લાખની લૂંટ અને અપહરણ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદમાં ચા પીતા 3 મિત્રોનું અપહરણ કરી લૂંટ, છરી બતાવી રૂ. 5,500 પડાવ્યા
