Food Recipe: રાજસ્થાન અને ગુજરાતના ભોજનમાં હળવી મીઠાશ હોય છે. આ મીઠાશવાળું શાક અહિં વિશેષ તહેવારો (Festivals) પર બનાવવામાં આવે છે. આ શાકને રાજસ્થાની કાજુ દાખ સબ્જી (કાજુ-દરાખ સબ્જી, Rajasthani Kaju Dakh Sabji) કહેવાય છે જેને કાજુ અને કિશમિશથી તૈયાર કરવામાં આવે છે. આ શાકનો હળવો ખાટોમીઠો સ્વાદ એને એક રિચ ફ્લેવર આપે છે. જ્યારે પણ કંઇક સારું ખાવાનું મન થાય ત્યારે આ ‘કાજુ દાખ’ ટ્રાય કરી શકો છો. તો ફટાફટ નોંધી લો ‘કાજુ દાખ’ની રેસિપી…
રાજસ્થાનની પરંપરાગત વાનગીઓમાં તીખા, ખાટા, મીઠા અને દેશી મસાલાથી તૈયાર થતી એક સ્વાદિષ્ટ ડિશ છે રાજસ્થાની કાજુ દાખ સબ્જી (કાજુ-દરાખ સબ્જી, Rajasthani Kaju Dakh Sabji)… આ રેસિપી બનાવવામાં વધુ સમય લાગતો નથી અને લસણનો વઘાર એના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. રોટલી, પરોઠા કે પછી ભાત સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
રાજસ્થાની કાજુ દાખ (કાજુ-દરાખ સબ્જી, Rajasthani Kaju Dakh Sabji)
સામાન્યત: ગુજરાતી ભોજન ગળપણવાળું હોય છે. જ્યારે રાજસ્થાની જમણ (Traditional Rajasthani Dish) તીખું હોય છે. આ શાકની વિશેષતા એનું હળવું ગળપણ છે. જો કોઈ દિવસ ઘરમાં શાક ન હોય અને કંઇક તીખું-ચટપટું અને ગળ્યું ખાવાનું મન થાય તો આજે જ રાજસ્થાનની આ ફૅમસ શાહી ડિશ (Kaju Dakh Sabji) તૈયાર કરી શકો છો. પરોઠાની સાથે એ અત્યંત ટેસ્ટી લાગે છે અને એક સાઇડ ડિશની જેમ પણ તમે એને ભાત સાથે ખાઈ શકો છો. આ વાનગી બનાવવા માટે તમને ઘરે રહેલા મસાલાની જ આવશ્યકતા રહેશે અને સાથોસાથ સમયની પણ બચત થશે.
જો કાજુ અને કિશમિશ ઉપલબ્ધ હશે તો જ આ ડિશ બની શકશે. ગ્રેવી વાળી આ ડિશને તમે પંજાબી ‘ખોયા કાજુ’ જેવી ગણી શકો પરંતુ આનો સ્વાદ લસણથી ભરપૂર હોવાથી અને કિશમિશની મીઠાશ હોવાથી થોડો અલગ પડે છે. આ પરંપરાગત વાનગી (Kaju Dakh Sabji) રાજસ્થાનના શુભ પ્રસંગોમાં અવશ્ય બનાવવામાં આવે છે.
શી રીતે બનાવશો કાજુ દાખની સબ્જી? (Rajasthani Kaju Dakh Sabji)
કાજુ દાખ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 મોટા ટમેટા
2 મોટી ડુંગળી
1 મોટું લીલું મરચું
1 ઈંચ આદુનો ટુકડો
15-20 કળી લસણ
અડધી વાડકી કાજુ
અડધી વાડકી કિશમિશ
1 ચમચી દેશી ઘી
1 તજ
2-3 લવિંગ
1 લીલી ઈલાયચી
અડધી ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
10-12 કાજુ
2 ચમચી નારિયેળનું છીણ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 2 મોટા ટમેટા અને 2 મોટી ડુંગળી (Tomato and Onion)ને મોટું-મોટું સમારી લો. 1 મોટું લીલું મરચું અને આદુ સમારી લો. 15-20 કળીઓ લસણને છોલીને રાખવી.
2. હવે એક પૅનમાં 1 ચમચી દેશી ઘી લઇને એમાં કાજુ (Chashew nuts) ને હળવા ફ્રાય કરવા. કાજુને એક પ્લેટમાં લઇ લો અને આ જ પૅનમાં આખા ગરમ મસાલા તજ અને લવિંગ, 1 લીલી ઈલાયચી અને લસણ ઉમેરી દો.
3. હવે એમાં ડુંગળીને પકાવી લો અને એ થઈ જાય પછી ટમેટાં ઉમેરી દો. હવે એમાં હળદર, મરચું અને મીઠું ઉમેરો અને ધીમા તાપે શેકો. એમાં થોડી કોથમીર ઉમેરો અને અડધો કપ પાણી નાખીને ગળે ત્યાં સુધી પકાવી લો.
4. આ મસાલાને ઠંડો થવા દો અને 10-12 કાજુને પાણીમાં પલાળીને મિક્સરમાં 2 ચમચી નારિયેળના છીણ સાથે પીસી લો.
5. આ મિક્સર જારમાં ઠંડા થયેલા મસાલાને પણ મિક્સ કરીને બારીક પીસી લેવો.
6. એક કડાઈમાં તેલ ઉમેરો અને એમાં જીરું, હીંગનો વઘાર કરો. એક નાની ડુંગળી ઝીણી સમારીને ઉમેરો. ડુંગળી થઈ જાય ત્યારે વાટેલો મસાલો ઉમેરી દો અને કશ્મીરી લાલ મરચું, મીઠું, ધાણા-જીરું ઉમેરી દો. મસાલા તમારા સ્વાદ પ્રમાણે રાખવા અને હળવું શેક્યા બાદ એમાં 1 કપ પાણી ઉમેરી દેવું.
7. ગ્રેવીને સારી રીતે શેકી લેવી અને પછી એમાં કાજુવાળી પેસ્ટ ઉમેરી દો. ગ્રેવીને કલર આવે ત્યાં સુધી પકાવી લો.
8. આ ગ્રેવીમાં શેકેલા કાજુ અને કિશમિશ (Kishmish) ઉમેરો અને થોડી વાર સુધી શાકને ચડવા દો. જ્યારે શાકમાંથી તેલ છૂટવા લાગે એટલે એમાં બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી દેવા.
તો તૈયાર છે તમારી રાજસ્થાની કાજુ દાખ સબ્જી (Kaju Dakh Sabji)…જેને તમે પરોઠા કે રાઈસ સાથે ખાઈ શકો છો. આ વાનગીનો તીખો-મીઠો સ્વાદ ખાવામાં લાજવાબ લાગે છે.
આ પણ વાંચો: ચૂરમાના લાડુ બનાવવાની સરળ રીત…ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ નરમ…મજાની રેસિપી!
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
