November Month: નવેમ્બર 2026ની શરુઆત લક્ષ્મી યોગ (Lakshmi Yog 2026)ની સાથે થશે. આ યોગ ત્યારે જ બને છે જ્યારે ચંદ્રમા-મંગળની વચ્ચે યુતિ (Chandra-Mangal Yuti) સર્જાય છે. ચંદ્રમાના કર્ક રાશિમાં ગોચરની સાથે જ 1 નવેમ્બર (1 November 2026)ના રોજ લક્ષ્મી યોગ સર્જાશે કારણ કે, મંગળ કર્ક રાશિમાં અગાઉથી જ વિરાજમાન છે આ યોગ બનવાથી કઈ રાશિઓને આર્થિક લાભ મળી શકશે અને એમના જીવનમાં કેવા પરિવર્તનો આવશે એ વિશે જાણીએ વિસ્તૃત રીતે…
લક્ષ્મીયોગથી 3 રાશિઓને ધનલાભ (Lakshmi Yog 2026)
લક્ષ્મી યોગના કારણે આ 3 રાશિઓને વિશેષ કરીને લાભ પ્રાપ્ત થશે.

મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકોની રાશિના ચતુર્થ ભાવમાં નવેમ્બરની શરુઆતમાં જ લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગથી તમને શુભ પળ મળી શકે છે. લાંબા સમયથી વિલંબિત ધન પરત મળી શકે છે. તમને આવકના નવા સ્ત્રોત પણ પ્રાપ્ત થઈ શકે છે. ચતુર્થ ભાવને ભૂમિ-ભવનનો કારક પણ માનવામાં આવે છે જેથી આ લક્ષ્મી નારાયણ યોગના કારણે તમે જમીન અથવા મકાન (House) ખરીદી શકો છો. આ રાશિના જાતકોના સંચિત ધનમાં નવેમ્બર મહિનામાં વૃદ્ધિ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના વ્યવસાયી વર્ગને વેપારમાં વ્યાપ વધવાની પણ સંભાવના છે.

કર્ક રાશિ (Cancer)
લક્ષ્મી યોગનું નિર્માણ તમારી જ રાશિમાં થવા જઈ રહ્યું છે અને આ યોગ દરમિયાન તમારી રાશિના સ્વામી પણ પ્રથમ ભાવમાં હશે. આ સંજોગોમાં તમારા માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ સાબિત થઈ શકે છે. તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. વેપારી વર્ગના વેપારનો વિસ્તાર વધી શકે છે. નવેમ્બર મહિનામાં તમે નાણાકીય રીતે સશક્ત થઈ શકો છો. કેટલાક લોકોને પૈતૃક સંપત્તિ (Ancestral Property)નો લાભ મળવાના પણ એંધાણ છે. લક્ષ્મી યોગના કારણે તમને માનસિક તણાવથી છૂટકારો મળી શકે છે. લગ્ન જીવનમાં પણ સકારાત્મક પરિવર્તનો જોવા મળશે.

કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકોના લાભ ભાવમાં લક્ષ્મી યોગ બનશે. આ યોગ બનવાથી તમારા જીવનમાં સકારાત્મક વળાંક આવી શકે છે. નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિ (Income Growth) થવાના યોગ છે. વેપારીઓને પણ નફો કમાવાના સારા એવી મોકા મળી શકે છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમને આ રોકાણથી લાભ મળી શકે છે. કૌટુંબિક જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમે સકારાત્મક ઊર્જાથી સભર રહેશો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!
આ પણ વાંચો: 24 ઓક્ટોબરથી બુધ ચાલશે ઊલટી ચાલ…વૃષભ સહિત આ 3 રાશિઓની બદલાશે કિસ્મત…પ્રમોશન અને ધનલાભ!
