Food Recipe/ બિલકુલ દાલ-બાટી જેવી લાગે છે આ ડિશ…સ્વાદમાં છે વિશેષ…જાણો દાલ-બાફલાની રેસિપી..!

જોવામાં આ બિલકુલ દાલ-બાટી જેવી લાગે છે પરંતુ એને બનાવવાની પદ્ધતિ અલગ હોય છે અને સ્વાદ પણ થોડો અલગ પડે છે. તો ચાલો જાણીએ Dal Bafla Recipe…

Trending Food Lifestyle
Dal Bafla Recipe...MP ની famous ડિશ...tasty એવી કે દાઢે વળગશે! 10 સ્ટેપ્સમાં તૈયાર!

Food Recipe: જો તમે દેશી ભોજનના શોખીન હો તો મધ્ય પ્રદેશની મશહૂર દાલ-બાફલા રેસિપી (Dal Bafla Recipe)ને અવશ્ય ટ્રાય કરવી. જોવામાં આ બિલકુલ દાલ-બાટી જેવી લાગે છે પરંતુ એને બનાવવાની પદ્ધતિ અલગ હોય છે અને સ્વાદ પણ થોડો અલગ પડે છે. તો ચાલો જાણીએ ઘરે જ દાલ-બાફલા બનાવવાની રેસિપી વિશે વિસ્તૃતપણે…

દાલ-બાફલાની દાળ અત્યંત ગુણકારી

વિશેષ બાબત એ છે કે આ તદ્દન દેશી રેસિપી છે. અમે વાત કરીએ છીએ દાલ-બાફલા રેસિપીની…મધ્ય પ્રદેશની એક મશહૂર માળવા ડિશની! આ ખાસ ડિશમાં તુવેર દાળ નો ઉપયોગ કરવામાં આવે છે, તમે તમારી પસંદની અન્ય દાળ પણ લઈ શકો છો. આ દાળનો વઘાર જ એની વિશેષતા છે. એમાં જીરું,  લસણ, આદુ વગેરે પણ નાખવામાં આવે છે. આ તમામ વસ્તુઓથી પ્રોટીનથી ભરપૂર ડિશ તૈયાર થશે.

દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે કારણ કે એમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન અને મિનરલ્સ (Protein, Fiber, Vitamins and Minerals) ભરપૂર માત્રામાં હોય છે. પેટની સમસ્યા ઉદ્ભવે ત્યારે લોકો મોટાભાગે  ખીચડી ખાતા હોય છે કારણ કે એ પચવામાં હળવી હોય છે. આ ઉપરાંત, દાળ-ભાત, દાળવડા, દાળની પાનેરી, દાળના ચીલા…વગેરે વાનગીઓ પણ બનતી હોય છે. દાળ આટલી બધી ફાયદાકારક હોવા છતાંયે જ્યારે પણ ઘરમાં બને છે ત્યારે લોકો મોં બગાડે છે કે આ તો બીમારોનું ભોજન છે! આ જ દાળને સરસ વઘાર કરીને બાફલા બાટી સાથે સર્વ કરવામાં આવે ત્યારે એ એક ખાસ ડિશ બની જાય છે અને એનો સ્વાદ દાઢે વળગે છે!

શી રીતે બનાવશો દાલ-બાફલાની રેસિપી? (Dal Bafla Recipe)

Traditional Dish દાલ-બાફલા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Dal Bafla Recipe  Ingredients
Dal Bafla Recipe Ingredients

 

બાફલા બનાવવાની સામગ્રી

દોઢ કપ ઘઉંનો લોટ

અડધો કપ સોજી

સ્વાદાનુસાર મીઠું

અડધી નાની ચમચી બેકિંગ પાવડર

અડધી નાની ચમચી ખાંડ

દોઢ મોટી ચમચી ઘી

1 નાની ચમચી જીરું

1 નાની ચમચી અજમો

અડધી નાની ચમચી હળદર

દાળ બનાવવા માટેની સામગ્રી

1 કપ તુવેરની દાળ

અડધી ચમચી હળદર પાવડર

1 ટમેટું

સ્વાદાનુસાર મીઠું

વઘાર માટે

1 ચમચી ઘી

1 નાની ચમચી જીરું

1 ચપટી હીંગ

સમારેલું 1 ઈંચ આદુ

1 મોટી ચમચી સમારેલું લસણ

2 સમારેલા લીલા મરચાં

અડધી ચમચી હળદર

1 ચમચી લાલ મરચું (તીખાશ પ્રમાણે)

1 લીંબુનો રસ

સમારેલી તાજી કોથમીર

બનાવવાની વિધિ

Dal Bafla Dal Recipe
Dal Bafla Dal Recipe

દાળ બનાવવા માટે:

1. સૌપ્રથમ એક તુવેરની દાળને ધોઈને પલાળી લેવી, અડધા કલાક બાદ એક પ્રેશર કૂકરમાં દાળ, હળદર, મીઠું અને સમારેલું ટમેટું ઉમેરવું.

2. 3 કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો અને કૂકરનું ઢાંકણું બંધ કરીને મધ્યમ તાપે 3-4 સીટી આવે ત્યાં સુધી પકાવી લેવું.

3. દાળ પાકી જાય એટલે ગૅસ બંધ કરી દેવો. હવે દાળ વઘારવાની તૈયાર કરવી.

4. વઘાર માટે એક પૅનમાં જીરું, હીંગ, આદુ અને લસણ ઉમેરીને એક મિનિટ સુધી સાંતળી લો. ત્યાર બાદ એમાં લીલા મરચાં અને લાલ મરચું ઉમેરો અને આ તૈયાર તડકાને દાળમાં નાખીને સારી રીતે હલાવી લો અને 2-3 મિનિટ સુધી ઢાંકી રાખો જેથી એની ફ્લેવર દાળમાં ભળી જાય.

5. 2-3 મિનિટ પકાવીને એમાં લીંબુનો રસ અને તાજી સમારેલી કોથમીર નાખો અને સારી રીતે હલાવી લો.

Dal Bafla - Bafla Bati recipe
Dal Bafla – Bafla Bati recipe

બાફલા બનાવવા માટે:

1. એક વાસણમાં ઘઉંનો લોટ લેવો. એમાં સોજી, મીઠું, બેકિંગ સોડા, હળદર અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરો. પછી નરમ લોટ બાંધી લો. 10-15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.

2. એક વાસણમાં પાણી ઉકળવા મૂકો. હવે પાણી ઉકળે ત્યાં સુધી બાંધેલા લાટના સરખા ભાગ કરી લો અને ગોળ બાટી બનાવો. વચ્ચેથી અંગૂઠા વડે હળવું દબાવી દેવું.

3. પાણી ઉકળે એટલે એમાં મીઠું અને તૈયાર બાફલા ઉમેરીને 10-15 મિનિટ સુધી પકાવવું. ત્યાર બાદ બાફલાને પાણીમાંથી કાઢી લેવા.

4. એને ખુલ્લી આગ પર ગ્રીલ મૂકીને અથવા તો પૅનમાં ઘીમાં પકાવવા. એને ચારે તરફથી સરસ શેકી લેવા.

5. આ બાફલાને સ્હેજ દબાવીને ક્રશ કરીને પીગળેલા ઘીમાં ડુબાડવા અને પછી સર્વિંગ પ્લેટમાં મૂકવા. એને તૈયાર દાળ સાથે ગરમાગરમ પીરસવા. સાથે તમે ડુંગળીના લચ્છા અને ગોળ પણ સર્વ કરી શકો છો.

તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ દાલ-બાફલા…મધ્યપ્રદેશની આ પરંપરાગત વાનગી રાજસ્થાનની દાલ-બાટીની હરોળની છે અને એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર એને અવશ્ય બનાવી જો જો…પછી તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો!


આ પણ વાંચો: ચૂરમાના લાડુ બનાવવાની સરળ રીત…ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ નરમ…મજાની રેસિપી!

આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…