Surat News: સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઇટ આગ (Khajod)ની ઘટનાએ ફરી એકવાર ચિંતા વધારી છે. કચરામાં રહેલા હોટફિક્સના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. આ સાઇટ પર અગાઉ પણ અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહી છે.
ખજોદ(Khajod) ડિસ્પોઝલ સાઇટ આગ
હોટફિક્સ જ્વલનશીલ સામગ્રી હોવાથી અને તેનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હોટફિક્સ આગ (Hotfix fire)ની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા. ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પ્રદૂષિત બન્યું હતું અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવાયો
બનાવની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમ દ્વારા 10 ફાયર ફાઈટરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સુરત ફાયર બ્રિગેડ (Surat fire brigade)ના જવાનોએ આગ વધુ ફેલાય નહીં તે માટે ચારે તરફથી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો.
કચરાનો મોટો ઢગલો હોવાથી નીચે સુલગતી આગને બુઝાવવામાં ફાયરકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આગ પર કાબૂ માટે જેસીબીની મદદ
કલાકો સુધીની ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી અને અંદરના ભાગમાં આગ ફરી ભડકે છે. હાલ ફાયરના જવાનો જેસીબીની મદદથી કચરો ફંફોળીને પાણીનો મારો ચલાવી રહ્યા છે. કચરાને અલગ કરીને બીજી તરફથી પણ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
તંત્રની કામગીરી સામે સવાલો
ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર વારંવાર બનતી આગની ઘટનાઓએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેને લઈને પણ આશંકા સેવાઈ રહી છે.
અહીં સુરક્ષાના પૂરતા સાધનો કેમ નથી? ઔદ્યોગિક અને જ્વલનશીલ કચરો સામાન્ય કચરા સાથે ડમ્પિંગ સાઇટ સુધી કઈ રીતે પહોંચી જાય છે? આવા પ્રશ્નો વચ્ચે સુરત ડમ્પિંગ સાઇટ (Surat dumping site)ની સ્થિતિ અને પાલિકાની સુરત વેસ્ટ મેનેજમેન્ટ (Surat waste management) વ્યવસ્થા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: નાની હોડીમાં આવેલા લોકોએ જહાજ પર ચોંટાડી માઇન્સ, એન્જિન રૂમમાં લાગી આગ; 27 ભારતીયો સુરક્ષિત
આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં આખી રાત આગનો તાંડવ! 5 ફાયર જવાનો ઈજાગ્રસ્ત, 3 લાખ લિટર પાણીનો ઉપયોગ
આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં આખી રાત આગનો તાંડવ! 5 ફાયર જવાનો ઈજાગ્રસ્ત, 3 લાખ લિટર પાણીનો ઉપયોગ
