Surat News/ સુરતમાં ‘પતિ, પત્ની ઔર વો’નો હાઈવોલ્ટેજ ડ્રામા, પતિની ચંપલથી ધોલાઈ તો પ્રેમિકાના વાળ ખેંચ્યા!

Surat Viral Video: સુરતના કતારગામ GIDC ચાર રસ્તા પાસે પતિને અન્ય યુવતી સાથે બાઇક પર જોઈ પત્ની અને પરિવારજનોએ હોબાળો મચાવ્યો હોવાનો આક્ષેપ છે. યુવતીએ ત્રણ મહિલાઓ સામે NC ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat Surat
Surat Viral Video: સુરતમાં પતિને અન્ય 1 યુવતી સાથે જોઈ પત્નીનો હોબાળો, VIDEO VIRAL | SHOCKING DRAMA

Surat News: શહેરમાં પતિને અન્ય યુવતી સાથે બાઇક પર જતો જોઈ પત્ની અને તેના પરિવારજનોએ રસ્તા પર હોબાળો મચાવ્યો હોવાની ઘટના (Surat Viral Video) સામે આવી છે. કતારગામ GIDC ચાર રસ્તા પાસે પરિવારજનોએ કાર આડી મૂકીને બાઇક અટકાવી હતી. ત્યારબાદ પત્નીએ પતિને ચંપલથી માર માર્યો હોવાનો અને સાથે આવેલી મહિલાઓએ યુવતી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે યુવતીએ પોલીસમાં NC ફરિયાદ નોંધાવી છે.

Surat Viral Video: શંકા જતાં પત્ની પરિવાર સાથે પતિની પાછળ ગઈ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમરોલીમાં રહેતો 30 વર્ષીય યુવક વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેની સાથે કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની વાત સામે આવી છે.

પતિની હરકતો અંગે પત્નીને શંકા હતી. 1 નવેમ્બરની મધરાતે આશરે પોણા ત્રણ વાગ્યે યુવક તે યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. આ દરમિયાન પત્ની, સાસુ અને સાળી સહિતના પરિવારજનો કારમાં તેની પાછળ ગયા હતા.

કતારગામ GIDC (Katargam GIDC) ચાર રસ્તા પાસે પરિવારજનોએ કાર રસ્તા પર આડી મૂકીને બાઇક રોકી હતી.

રસ્તા પર પતિ અને યુવતી સાથે મારામારી

યુવકને અન્ય યુવતી સાથે જોઈ પત્નીએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તેણે પતિને ચંપલથી માર માર્યો હોવાનો આક્ષેપ છે. સાથે આવેલા કેટલાક સંબંધીઓએ પણ દંડાથી માર માર્યો હોવાની માહિતી સામે આવી છે.

આ દરમિયાન બાઇક પર સવાર યુવતીને પણ નીચે ઉતારી તેની સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે. ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી, યુવતીએ નોંધાવી ફરિયાદ

ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ સંબંધિત લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મારામારીનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીએ યુવકની પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ માર મારવા અંગે નોન-કોગ્નિઝેબલ (NC) ફરિયાદ (NC Complaint) નોંધાવી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: નવસારીના ધોલાઈ બંદર નજીક મધદરિયે ફિશિંગ બોટ ફસાઈ: 9 માછીમારોના જીવ જોખમમાં, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન

આ પણ વાંચો: જામનગરમાં AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું, હંગામામાં કાર્યકર્તાઓએ કરી ધોલાઈ

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાપુરમાં નબીરાએ વાહનોને અડફેટે લીધા, લોકોએ કરી બરોબરની ધોલાઈ