Dhanteras 2026: ધનતેરસે ધન, સમૃદ્ધિ અને સૌંદર્યનો કારક ગ્રહ શુક્ર (Shukra Graha) પોતાની નીચ રાશિ કન્યામાં પરત ફરી રહ્યો છે. જ્યોતિષ અનુસાર, આમ તો આ ગોચર (Shukra Gochar 2026) 3 રાશિઓ માટે શુભ રહેશે પરંતુ એના પૂર્ણ અને સુખદ પરિણામ 6 નવેમ્બરે નહિં પરંતુ 14 નવેમ્બર બાદ શુક્ર માર્ગી થશે પછી પ્રાપ્ત થશે.
વૈદિક જ્યોતિષમાં શુક્ર દેવને ધન, સમૃદ્ધિ, સૌંદર્ય, પ્રેમ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. આ સંજોગોમાં શુક્રની સ્થિતિમાં થોડો પણ બદલાવ આપણી આર્થિક સ્થિતિ અને જીવનની સુખ-સુવિધાઓને સીધી રીતે પ્રભાવિત કરી શકે છે. 6 નવેમ્બર 2026ના ધનતેરસ (Dhanteras 2026, 6 November 2026)ના દિવસે શુક્ર દેવ વક્રી અવસ્થામાં પોતાની નીચ રાશિ કન્યામાં પુન: પરત ફરી રહ્યાં છે.
આ ગોચર (Shukra Gochar 2026) 3 રાશિઓ માટે શુભ રહેશે
આમ તો નીચ રાશિમાં હોવા છતાં આ ગોચર અમુક રાશિઓ માટે ઘણું જ શુભ સાબિત થશે પરંતુ શુક્રની વક્રી ચાલના કારણે એના પૂર્ણ પરિણામો પ્રાપ્ત થવામાં 14 નવેમ્બર સુધીનો સમય લાગી શકે છે. આ દિવસે શુક્ર જેવા માર્ગી (Shukra Margi) થશે એમના શુભ પ્રભાવોમાં ઝડપભેર ગતિ જોવા મળશે અને એનો વાસ્તવિક લાભ મળવાનો શરુ થશે. તો ચાલો જાણીએ કે 6 નવેમ્બરથી શરુ થતી આ ચાલ કઈ રાશિઓની સૂતેલી કિસ્મત ચમકાવશે?

વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર શુભ સાબિત થશે. પરંતુ આ ગોચરનું વાસ્તવિક ફળ 14 નવેમ્બર બાદ જ મળવાનું શરુ થશે જ્યારે શુક્ર માર્ગી થઈ જશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે અને અચાનક ધન લાભના યોગ બનશે. કોઈ કાર્યમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં બમ્પર નફો મળવાના યોગ છે. કુટુંબનું વાતાવરણ શાનદાર રહેશે. નવી નોકરી મળવાના સંકેતો છે. રોકાણથી બમ્પર લાભ મળવાની આશા છે.

કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર લાભકારી સાબિત થશે. તમને દરેક કાર્યમાં ભાગ્ય (Luck)નો સાથ મળશે. કામમાં કરવામાં આવેલી મહેનત રંગ લાવશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત બનશે. આ ગોચર દરમિયાન મોજ-મસ્તી અને મનોરંજનના અવસરો મળશે. યાત્રાથી સારો લાભ કમાવામાં સફળ રહેશો.

કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જૂના કોઈ રોકાણનો સારો લાભ પ્રાપ્ત થશે. બુઝનેસમાં નફો મળવાના બ્મપર યોગ છે. પરંતુ આ શુભ પરિણામોમાં તેજી 14 નવેમ્બરથી જોવા મળશે જ્યારે શુક્ર માર્ગી થશે. વાહન અને મકાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!
આ પણ વાંચો: 24 ઓક્ટોબરથી બુધ ચાલશે ઊલટી ચાલ…વૃષભ સહિત આ 3 રાશિઓની બદલાશે કિસ્મત…પ્રમોશન અને ધનલાભ!
