Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા (Liliya Crime News)ના ગુંદરણ ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી (Amreli Double Murder) છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હોવાની આશંકા છે. ગાડીની અંદર સૂતેલા બે મજૂરોના અડધા સળગેલા મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સવારે સળગેલી ગાડી અને મૃતદેહો નજરે પડતાં સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
સળગેલી ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા
પ્રાથમિક માહિતી અનુસાર, બંને મજૂરો રાત્રિના સમયે તુફાન પેસેન્જર ગાડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ગાડીમાં આગ લગાવી (Burnt Vehicle Case) દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં લીલીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મધ્યપ્રદેશના બે યુવકોની ઓળખ થઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ (Amreli Police) અને FSLની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બંને મૃતકોની ઓળખ કરવામાં આવી છે. બંને મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.
- રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર 16 વર્ષ)
- નીતિન રામસિંગ પચાયા (ઉંમર 21 વર્ષ)

શંકાસ્પદોની પૂછપરછ શરૂ
આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે અને કયા કારણોસર આગ લગાવવામાં આવી તે દિશામાં તપાસ ચાલી રહી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: વિશાખાપટ્ટનમની HPCL રિફાઇનરીમાં ભીષણ આગ! જોરદાર ધડાકા બાદ ધુમાડાના ગોટેગોટા, મોટી જાનહાનિ ટળી
આ પણ વાંચો: અમદાવાદના થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસના બીજા માળે ભીષણ આગ, 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદ્યા
આ પણ વાંચો: ટ્રમ્પના દબાણ છતાં યુક્રેનનો રશિયા પર મોટો પ્રહાર, બે ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ
