Food Recipe: આ દિવાળીએ જો તમે મીઠાઈ ઘરે જ બનાવવા ઈચ્છતા હો તો બેસનની દાણેદાર બરફી (Besan Barfi Recipe) તમારા માટે એક ઉત્તમ વિકલ્પ રહેશે. વિશેષ બાબત એ છે કે આને બનાવવા માટે તમને માવાની પણ જરુર નહિં પડે!
તમામ ઘરોમાં દિવાળી (Diwali 2026)ના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલતી હશે. ભાત-ભાતના પકવાન અને વ્યંજનો તૈયાર થઈ રહ્યાં હશે…આ દિવાળીએ જો તમે મીઠાઈ ઘરે જ બનાવવા ઈચ્છતા હો તો બેસનની દાણેદાર બરફી તમારા માટે એક ઉત્તમ વિકલ્પ રહેશે. વિશેષ બાબત એ છે કે આને બનાવવા માટે તમને માવાની પણ જરુર નહિં પડે! એનો સ્વાદ એટલો તો લાજવાબ હશે કે ઘરના બાળકો હોય કે વડીલો..સૌ કોઈ એને વારંવાર બનાવવાની ફરમાઈશ કરશે. તો ચાલો જાણી લઈએ આ મીઠાઈની સરળ રેસિપી…
દિવાળીના તહેવાર (Diwali Festival)ને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજ! આ દરમિયાન, મહેમાનોની આવ-જા ચાલુ જ રહે છે. બધા ઘરોમાં અવનવી મીઠાઈ અને ફરસાણ (Sweets & Snacks) બનાવવામાં આવે છે. અમુક લોકો બજારમાંથી તૈયાર મીઠાઈ અને ફરસાણ લાવવાનું પસંદ કરે છે. પરંતુ, ઘરે બનાવેલા નાસ્તા અને મીઠાઈની તો વાત જ કંઇક ઓર હોય છે!
આજકાલ તૈયાર મીઠાઈઓમાં પણ ઘણી ભેળસેળ હોવાનો ડર રહે છે. બજારમાં વિકલ્પો તો ઘણા છે પણ સ્વાસ્થ્ય (Health)ની જાળવણી અને નાણાની બચત (Money Saving) કરવી હોય તો ઘરે જ મીઠાઈઓ અને નાસ્તા બનાવવા વધુ ઉચિત છે. આજે અમે તમને એવી રેસિપી (Recipe) જણાવવા જઇ રહ્યાં છીએ કે જેનાથી તમારા ‘એક તીર અને બે નિશાન’ સાધવા જેવું કાર્ય સંપન્ન થશે! અને એ છે બેસનની દાણેદાર બરફી (Besan Barfi Recipe)… તો ફટાફટ નોંધી લો આ દેશી મીઠાઈ (Traditional Sweet)ની રેસિપી અને એમાં વપરાતી સામગ્રી…
શી રીતે બનાવશો બેસનની દાણેદાર બરફી? (Besan Barfi Recipe)
માવા વિનાની બેસનની દાણેદાર બરફી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
5 મોટી ચમચી દેશી ઘી
1 કપ બારીક સોજી
1 કપ બેસન
દેશી ઘી 5 મોટી ચમચી
2 મોટી ચમચી ઠંડુ દૂધ
2 મોટી ચમચી મિલ્ક પાવડર
1.5 કપ ખાંડ (તમારા સ્વાદાનુસાર)
પોણો કપ પાણી
કેસરના તાંતણા
અડધી ચમચી ઈલાયચી પાવડર
1 ચપટી મીઠું
પિસ્તા અને બદામની કતરણ

Besan Barfi બનાવવાની વિધિ
1. બેસનની દાણેદાર બરફી બનાવવા માટે સૌપ્રથમ ગૅસ ઓન કરીને એક કડાઈને ગરમ કરો. કડાઈ ગરમ થાય એટલે 5 મોટી ચમચી ઘી (Desi ghee) અને પછી સોજી ઉમેરો.
2. જ્યાં સુધી સોજી શેકાય અને હળવા લાલ રંગની ન થાય ત્યાં સુધી શેકવી. હવે એને એક બાઉલમાં કાઢી લેવી.
3. આ જ કડાઈમાં 5 મોટી ચમચી ઘી ઉમેરીને એમાં બેસન (Besan) ઉમેરીને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
4. જ્યારે બેસન હળવું સોનેરી રંગનું થાય ત્યારે એમાં 2 મોટી ચમચી ઠંડુ દૂધ ઉમેરવું જેથી બેસન દાણેદાર બની જાય. એને હલાવતા રહેવું.
5. હવે શેકેલી સોજી (Suji) અને 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરીને 2 મિનિટ સુધી શેકી લો.
6. બીજી તરફ ચાસણી બનવા મૂકો. આ માટે એક મોટા વાસણમાં પાણી અને ખાંડ મિક્સ કરીને એમાં કેસર ઉમેરો. એને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી એમાં 1 તારની ચાસણી ન બની જાય.
7. તૈયાર ચાસણીમાં ઈલાયચી પાવડર અને એક ચપટી મીઠું ઉમેરો.
8. આ ગરમ ચાસણીને શેકેલા બેસન-સોજીના મિશ્રણમાં ઉમેરીને સારી રીતે હલાવો. ધીમા તાપે જ્યાં સુધી એ ઘટ્ટ બનીને જામવા લાયક ન થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહો.
9. આ મિશ્રણને એક ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં ફેલાવો. એની ઉપર સૂકા મેવાની કતરણથી સજાવીને સેટ થવા દો. થોડું ઠંડુ થાય ત્યાર બાદ એને મનપસંદ અથવા સ્વેર ટુકડામાં કાપી લો.
30 મિનિટ બાદ મિશ્રણ ઠંડુ થઈને સેટ થાય પછી ટુકડાને સાચવીને કાઢો અને એક ગોળ ડબ્બામાં સ્ટોર કરી લો. તો તૈયાર છે તમારું દિવાળીનું મનપસંદ વ્યંજન બેસનની બરફી (Besan Barfi)….જેને તમે દિવાળીમાં ઘરે પધારતા મહેમાનોને સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…
આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!
આ પણ વાંચો: ગળ્યું ખાવાના શોખીન છો તો બનાવો ‘પહાડી શૈયા’…સ્વાદમાં મજેદાર, પરંપરાગત સરળ મીઠાઈ…
