Jamnagar News: જામનગરમાં દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં ટ્રાફિક અને ભીડની સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી (Jamnagar Attack) રહી છે. આ દરમિયાન સુભાષ માર્કેટ નજીક આવેલા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચેલી એસ્ટેટ શાખાની ટીમ સાથે કેટલાક શખ્સોએ ઘર્ષણ કર્યું હતું. વિવાદ વધતાં એસ્ટેટ શાખાના આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને જાહેર રસ્તા પર પાડી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
Jamnagar Attack: દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિવાદ
મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બર્ધન ચોક (Bardan Chowk) સહિત શહેરના બજાર વિસ્તારોમાં રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારે એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવીની આગેવાની હેઠળ કર્મચારીઓની ટીમ બર્ધન ચોક પહોંચી હતી.
આ દરમિયાન કેટલાક શખ્સોએ મનપાના કર્મચારીઓ (Jamnagar Municipal Corporation) સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં મામલો વકરતાં ઝપાઝપી અને મારામારી થઈ હતી. આ દરમિયાન આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને રસ્તા પર પાડી માર મારવામાં આવ્યો હતો.
હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જાહેર રસ્તા પર કર્મચારી સાથે થયેલી મારામારીને કારણે ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરમાં ચર્ચા શરૂ થઈ હતી. ફરજ બજાવતા મનપાના કર્મચારી પર થયેલા હુમલાને પગલે સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી
ઘટના બાદ ઈજાગ્રસ્ત કિશન ગોહેલને સાથે રાખીને એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવી સહિતના કર્મચારીઓ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં હુમલામાં સંડોવાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ, પોલીસે (Jamnagar Police) સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો સહિતની વિગતોના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવાની અને સમગ્ર ઘટનાની તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ
જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન મનપાના કર્મચારી પર થયેલા હુમલાને પગલે ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં બાળકોની રમતની અદાવતે લોહિયાળ ખેલ! યુવક પર છરી-પાઈપથી હુમલો, માથામાં ફ્રેક્ચર
આ પણ વાંચો: રાહુલ ગાંધીનો CEC જ્ઞાનેશ કુમાર પર હુમલો, કહ્યું- પદ પરથી હટશે અને જેલ પણ જશે
આ પણ વાંચો: પંચકુલા સ્કૂલમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીનો KGની બાળકી પર હુમલો, ગંભીર હાલતમાં PGIમાં સારવાર
