sports news/ ભાવનગરની દીકરીએ ચેન્નાઈમાં ગુંજવ્યું ગુજરાતનું નામ: ૧૨.૧૫ મીટરના કૂદકા સાથે ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ

ભાવનગરની ખેડૂતપુત્રી હેમાંશી પરમારે(Hemanshi Parmar) ચેન્નાઈમાં 41મી જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

Breaking News Sports
Hemanshi Parmar

Sports News: મધ્યમવર્ગીય અને ખેડૂત પરિવારના યુવાનો મહેનત અને લગનથી સફળતાના શિખરો સર કરી શકે છે, તેનું વધુ એક ઉદાહરણ ભાવનગરની દીકરી હેમાંશી પરમારે(Hemanshi Parmar) પૂરું પાડ્યું છે. તમિલનાડુના ચેન્નાઈ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ૪૧મી જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

12.15  મીટરના કૂદકા સાથે તૃતીય સ્થાન

ભાવનગરની નંદકુંવરબા મહિલા કૉલેજ(Nandkunvarba Mahila College)માં બી.એ. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હેમાંશીએ દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 12.15 મીટરનો કૂદકો લગાવી તૃતીય સ્થાન મેળવ્યું અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.

ખેડૂત પરિવારની દીકરી(Hemanshi Parmar)નો મક્કમ સંકલ્પ

હેમાંશી એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક મુશ્કેલીઓ અને મર્યાદિત સંસાધનો છતાં તેણે હિંમત હારી નથી. અભ્યાસની સાથે નિયમિત તાલીમ અને સ્પર્ધાઓ માટે સમય ફાળવી તેણે પોતાની રમતને સતત નિખારી છે.

રોજ બે-ત્રણ કલાકની પ્રેક્ટિસ, કોચનું માર્ગદર્શન

હેમાંશી દરરોજ બે થી ત્રણ કલાક ટ્રિપલ જમ્પની સખત પ્રેક્ટિસ કરે છે. તેના કોચ સુનીલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેણે સઘન તાલીમ મેળવી છે. કોચનું સચોટ માર્ગદર્શન, નિયમિત અભ્યાસ અને લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે જ તે રાષ્ટ્રીય મંચ પર આ સિદ્ધિ મેળવી શકી છે.

ગુજરાતની દીકરીઓ માટે પ્રેરણા

રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવવો કોઈપણ યુવા ખેલાડી(Young Player) માટે મોટી સિદ્ધિ ગણાય છે. હેમાંશીની આ સફળતા માત્ર તેના પરિવાર અને કૉલેજ માટે જ નહીં, પરંતુ ગુજરાતભરની દીકરીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.


આ પણ વાંચો:69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં અમદાવાદ લવિષ્કા નાગરે કર્યો કમાલ, લખનૌમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો!
આ પણ વાંચો:૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા
આ પણ વાંચો:પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતની હોકી ટીમનું વતનમાં જોરદાર સ્વાગત