Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) 7 નવેમ્બરની મોડી રાત્રે અમદાવાદ આવશે. તેઓ પરિવાર સાથે ગુજરાતમાં દિવાળી પર્વની ઉજવણી કરશે. તેમના પ્રવાસ દરમિયાન 9 નવેમ્બરે વિવિધ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
9 નવેમ્બરે એલિવેટેડ બ્રિજનું Amit Shah કરશે લોકાર્પણ
કાર્યક્રમની વિગતો મુજબ, અમિત શાહ એસ.જી. હાઇવે પરના એલિવેટેડ બ્રિજ(Elevated Bridge)નું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ચાર જેટલાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે થશે. કાર્યક્રમોમાં જાહેર સભાનો પણ સમાવેશ થાય છે, જેમાં તેઓ ઉપસ્થિત રહી સંબોધન કરશે.
જાહેર સભામાં લોકોની હાજરી રહેવાની શક્યતા
જાહેર સભામાં સ્થાનિક લોકો અને આમંત્રિતોની હાજરી રહેવાની શક્યતા છે. જોકે, કયા ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત થશે અને સભાનું સ્થળ ક્યાં રહેશે, તેની વિગત કાર્યક્રમની વધુ માહિતી સાથે સ્પષ્ટ થશે.
બેસતા વર્ષે નિવાસસ્થાને સ્નેહમિલન
દિવાળી બાદ બેસતા વર્ષના દિવસે અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે શુભેચ્છકો અને આમંત્રિતો તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. તેની તૈયારીઓ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: SG હાઇવેના ઇસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોરનું 9 નવેમ્બરે લોકાર્પણ, અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાશે
આ પણ વાંચો: ભાજપનો દેશવ્યાપી વિરોધ: અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર
આ પણ વાંચો: રાહુલ ગાંધીને મોટી રાહત, અમિત શાહ માનહાનિ કેસમાં દોષમુક્ત
