Ajab Gajab News/ હવે 3-4 લોકો પણ બની શકશે ‘ઑફિશિયલ કપલ’…અમેરિકાના આ શહેરે આપ્યો કાનૂની હક!

અમેરિકાના કેલિફોર્નિયાના એક શહેરમાં 3 અથવા 4 લોકો સંલગ્ન પૉલીએમોરસ રિલેશનશિપ (Polyamorous California)ને કાનૂની માન્યતા…

Ajab Gajab News Trending
Polyamorous California....આ વળી નવું! 3-4 લોકોની રિલેશનશિપને Legal માન્યતા મળશે! અમેરિકાથી shocking ન્યૂઝ!

Ajab Gajab News: અમેરિકાના કેલિફોર્નિયાના એક શહેરમાં 3 અથવા 4 લોકો સંલગ્ન પૉલીએમોરસ રિલેશનશિપ (Polyamorous California)ને અર્થાત્ બહુપ્રેમી યુગલોને પણ કાયદાકીય માન્યતા આપવામાં આવી છે!

કેલિફોર્નિયાના આ શહેરે  ‘પૉલીએમોરસ કપલ્સ’ (Polyamorous California)ને  આપ્યો કાનૂની દરજ્જો

પ્રેમ સંબંધોને લઈને અમેરિકાથી એક એવા સમાચાર પ્રાપ્ત થયા છે જેણે ઘણા લોકોનું દિમાગ હલાવી નાખ્યું છે! હવે અહિં પતિ-પત્ની વાળો જૂનો ફૉર્મ્યુલા નહિં ચાલે….અમેરિકાના કેલિફોર્નિયાના એક શહેરમાં 3 અથવા 4 લોકો સંલગ્ન પૉલીએમોરસ રિલેશનશિપ (Polyamorous Relationship)ને અર્થાત્ બહુપ્રેમી યુગલોને પણ કાયદાકીય માન્યતા આપવામાં આવી છે! અર્થાત્ હવે થ્રપલ (3 લોકો વચ્ચે સંબંધ) અને ફોરમસ (4 લોકો વચ્ચે સંબંધ)ને પણ સરકારી કાગળોમાં ઑફિશિયલ પાર્ટનર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ શકશે.

પૉલીએમોરસ રિલેશનશિપ (Polyamorous Relationship)
પૉલીએમોરસ રિલેશનશિપ (Polyamorous Relationship)

શું છે આ આખોય (Polyamorous California) મામલો?

અમેરિકી મીડિયા અહેવાલ અનુસાર, આ ફેંસલો લૉસ એન્જેલસની પાસે આવેલા વેસ્ટ હૉલીવુડ શહેરમાં લેવાયો છે. 3 નવેમ્બરના રોજ અહિંની સિટી કાઉન્સિલ દ્વારા સર્વસંમતિથી એક નવો કાયદો (Polyamorous California) પસાર કરવામાં આવ્યો છો. આ કાયદાને ત્યાંના મેયર જૉન હેઇલમેને પ્રસ્તાવિત કરેલો.

આ કાયદા અનુસાર, હવે 3 અથવા એથી વધુ લોકો જે પરસ્પર સમજૂતીથી એક-બીજા સાથે રિલેશનશિપમાં હોય એ સિટી ક્લાર્ક પાસે જઈને પોતાના સંબંધને ડોમેસ્ટિક પાર્ટનરના રુપે રજીસ્ટર કરાવી શકે છે

આનો શું ફાયદો?

રજીસ્ટ્રેશન બાદ આ પાર્ટનર્સને કેટલાક કાયદાકીય હક (Legal rights) મળશે. જેમ કે એક પાર્ટનર હોસ્પિટલમાં દાખલ હોય તો બાકીના પાર્ટનર એને મળવા જઇ શકશે. જેલમાં પણ મળવાનો હક પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ભાડાના મકાન અંગે પણ એમની સુરક્ષા મજબૂત થશે. ઘરમાં એકથી વધારે પાર્ટનર્સ રહેતા હોવાનું કારણ આગળ ધરીને મકાન માલિક એમનો ભાડા કરાર રદ નહિં કરી શકે!

સૌથી રસપ્રદ બાબત તો એ છે કે આ માટે આ શહેરમાં રહેવું પણ જરુરી નથી…બહારના લોકો પણ અહિં આવીને પોતાની રિલેશનશિપ (Relationship) રજીસ્ટર્ડ કરાવી શકે છે!

Polyamorous California- West Hollywood
Polyamorous California- West Hollywood

શું આ લગ્નની સમકક્ષ છે?

ના…બિલકુલ નહિં! આ પૂર્ણ રીતે લગ્ન નથી. આ કાયદાથી લગ્ન (Marriage) દ્વારા મળનારા તમામ હકો નહિં મળે જેમ કે, વારસાઈ હક, ટેક્સમાં છૂટ અથવા તો લગ્ન દ્વારા મળતા અન્ય ફાયદાઓ! આ કેવળ રિલેશનશિપને એક કાયદાકીય ઓળખ આપવા જેવું છે!

રજીસ્ટર્ડ કરાવવા માટે 2 શરતો

પ્રથમ શરત એ છે કે તમામ પાર્ટનર્સ (Partners)ની પરસ્પર સંમતિ હોવી જોઈએ. બીજી શરત એ છે કે એમની વચ્ચે લોહીનો સંબંધ ન હોવો જોઈએ.

લોકોનો શો પ્રતિભાવ છે?

આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ સુર્ખીઓમાં છે. કેટલાક લોકો આને પ્રેમની આઝાદી દર્શાવે છે. તો કેટલાકનું કહેવું છે કે આ તો પરિવારની પરિભાષા જ બદલી નાખશે!

જો કે, વેસ્ટ હોલિવુડ (West Hollywood) આમ કરનારું પ્રથમ શહેર નથી. આ પહેલા અમેરિકા ના કેટલાક અન્ય શહેરો પણ આવી રિલેશનશિપ (America Polyamorous)ને માન્યતા આપી ચૂક્યા છે!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :