Valsad News/ વાપીના વટારમાં 38.18 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે મોપેડ ચાલક ઝડપાયો, સપ્લાયર સહિત અન્યને વોન્ટેડ જાહેર

વાપીના વટારમાં(Vapi Ganja Case) વલસાડ LCBએ 38.18 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે મોપેડ ચાલકને ઝડપ્યો, સૂરજ સહિત અન્ય વોન્ટેડ

Gujarat Others Breaking News
Vapi Ganja Case

Valsad News: વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના વટાર વિસ્તારમાં મોપેડ પર જતા એક શખ્સને અટકાવી રૂ. 38.18 લાખની કિંમતનો 1.091 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજા(Vapi Ganja Case) નો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે મોપેડ ચાલકની ધરપકડ કરી જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી અન્ય શખ્સને જથ્થો આપવા જતો હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો.

Vapi Ganja Case: બાતમીના આધારે વોચ ગોઠવી મોપેડ ચાલકને રોક્યો

વલસાડ LCB(Valsad LCB)ના એએસઆઈ અલ્લારખુ વાનીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિકારી અને ટીમે વાપીના વટાર વિસ્તારમાં કેશવ કોલોનીની વાડી સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રોડ પરથી જતા એક્ટિવા મોપેડ (નં. ડીડી-03-એન-8047)ને અટકાવી સવાર હિતેશ ઉર્ફે સોનુ ઈન્દ્રરાજ મુન્સી યાદવ (ઉ.વ.21, રહે. વિનાયક રેસીડેન્સી, વાપી)ની પૂછપરછ કરવામાં આવી હતી. ખભા પર લટકાવેલી બેગમાં તપાસ કરતા સફેદ કલરનો પાવડર ભરેલી કોથળી મળી આવી હતી.

એફએસએલ પરીક્ષણમાં ગાંજો હોવાનું સામે આવ્યું

પોલીસે એફએસએલની મદદથી પરીક્ષણ કરતા તે હાઈબ્રીડ ગાંજો(Hybrid Ganja) હોવાનું તારણ બહાર આવ્યું હતું. પોલીસે રૂ. 38.18 લાખની કિંમતનો 1.091 કિલોગ્રામ ગાંજો, મોપેડ, રોકડા રૂ. 20,010 અને એક મોબાઈલ મળી કુલ રૂ. 38.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હિતેશ યાદવની ધરપકડ કરી હતી.

સૂરજના કહેવાથી જથ્થો મેળવ્યાની કબૂલાત

પકડાયેલા આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી કે સૂરજ નામના શખ્સના કહેવાથી વટારના ચાર્મિ કાંટા નજીકથી ગાંજાનો જથ્થો મેળવી અન્યને ડિલિવરી કરવા નીકળ્યો હતો. પોલીસે મુદ્દામાલ અને આરોપીને વાપી ટાઉન પોલીસને હવાલે કર્યા છે. પોલીસે એનડીપીએસ એકટ(NDPS Act) હેઠળ ગુનો નોંધી સૂરજ તથા અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

વલસાડ જિલ્લામાં માદક દ્રવ્યોની હેરાફેરીના 55 ગુના

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં માદક દ્રવ્યોની હેરાફેરીના 55 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. પોલીસ આરોપીને પકડી ગુનાઓ નોંધે છે, પરંતુ હજુ સુધી જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી અને નેટવર્ક નેસ્તનાબૂદ થઈ શક્યું નથી. વાપી ગાંજા કેસ(Vapi Ganja Case)માં પોલીસ હવે વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી છે.


આ પણ વાંચો: નવસારીમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો તથા ડિસ્પોજેબલ વેપ્સ/ઈ સિગારેટનો જથ્થો મળી 28.15 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી, ₹6.18 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત, મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો: વિદેશી સિગારેટની મોટી હેરાફેરી નાકામ: મુન્દ્રા કસ્ટમ્સે ₹1.11 કરોડનો જથ્થો જપ્ત કર્યો