ગુજરાત/ 2,700 કરોડના ફેક બિલિંગ કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધારને પકડવામાં સુરત ઇકો સેલને મળી સફળતા

દેશનો સૌથી મોટા GST ચોરની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી. સુરત શહેર ઇકો સેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી. 2700 કરોડની GST  ચોરી કરી છે સુફીયાને.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

દેશનો સૌથી મોટા GST ચોરની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી. સુરત શહેર ઇકો સેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી. 2700 કરોડની GST  ચોરી કરી છે સુફીયાને. ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. અત્યાર સુધી કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કરોડોની GST ચોરી કંઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ ચાલુ છે. GST ચોરીની શરૂઆત આ વ્યક્તિ કરી હતી.

ઓક્ટોબર 2022માં ઇકોસેલ દ્વારા જીએસટી વિભાગને સાથે રાખીને ગુજરાતમાં અલગ અલગ એકસાથે છ જગ્યા ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6 શહેરોમાં દરોડા પડાયા હતા તે દરમિયાન એક સાથે 14 જેટલા લોકોની ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઇકો સેલ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ સાથે કુલ 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઇકો સેલ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું હતું કે બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં 2,700 કરોડ જેટલા ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખોટી રીતે ઉભી કરવામાં આવ્યું હોય તે પ્રકારની 1500 જેટલી કંપનીઓ પોલીસના ધ્યાન પર આવી હતી. આ 1500 કંપનીઓની તપાસ કરતાં સામે આવ્યો હતો કે તેમાંથી 1300 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજીસ્ટર કરવામાં આવી છે અને અન્ય 250 કરતાં વધારે જે કંપનીઓ હતી. તે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં રજીસ્ટર કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓ સાથે મળીને કુલ 2700 કરોડ જેટલા ટ્રાન્જેકશન બોગસ બિલ્ડીંગમાં કરવામાં આવ્યા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. ખોટી રીતે 2700 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને આરોપી દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી. આ કૌભાંડના બે મુખ્ય સૂત્રધારો ઉસ્માન અને મૂર્શીદ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં. આ બંને આરોપી આખું કૌભાંડ ભાવનગર અને સુરતથી ઓપરેટ કરતા હતા.

ત્યારે બોગસ બીલિંગ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જે હતો સૂફીયાન તે પોલીસ પકડથી દૂર હતો પરંતુ હવે સુફિયાનપણ ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે. સૂફીયન કાપડિયાની વાત કરવામાં આવે તો પોલીસની તપાસ દરમિયાન કૌભાંડમાં જે સૌ પ્રથમ આઠ પેઢી બોગસ મળી આવી હતી તે પેઢીઓની તપાસ કરતાં 27 અન્ય બોગસ પેઢીઓ પણ મળી આવી હતી. આ 27 પેઢીમાંથી ગણેશ એન્ટરપ્રાઇઝ અને ગોપી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં આરોપીએ બોગસ બીલિંગ કર્યું હતું. આ ઉપરાંત આરોપીએ અમદાવાદમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેનું કામ કરતા ધર્મેશ ગાંધી સાથે મળીને 900 કરોડ રૂપિયાના ફેક બીલિંગ જનરેટ કર્યા હતા. આ ઉપરાંત ઇકો સેલને એવી પણ માહિતી મળી છે કે, આરોપી સુફિયાન કાપડિયા દ્વારા સુરતમાં કેમિકલ અને સ્ક્રેપની કંપનીઓને પણ બોગસ બીલિંગ કરીને મોકલ્યા હતા.

આરોપીઓ આધારકાર્ડ લાઈટ બિલ સહિતના બોગસ ડોક્યુમેન્ટો ઊભા કરીને બોગસ પેઢીઓ રજીસ્ટર કરાવતા હતા. ત્યારબાદ આ બોગસ પેઢીઓમાં અંદરો અંદર જ બીલીંગો કરાવીને આરોપીઓ આ કૌભાંડ આચરતા હતા. આરોપીની સુફિયાન કાપડિયાની પ્રાથમિક પૂછપરછમા પોલીસને જાણવા મળ્યું હતું કે તેની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તે ઇન્દોર અને મુંબઈમાં ભાગી ગયો હતો. આ ઉપરાંત વચગાળાના સમયમાં તેનું ઓપરેશન થયું હોવાની વિગતો પણ સામે આવી છે. આરોપી નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ હતો. તેથી તેની કોઈ પણ પ્રકારની માહિતી પોલીસને મળતી ન હતી પરંતુ આરોપી સુરત આવ્યા બાદ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને સુફિયાન કાપડિયા ની બાત નહી મળતા તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત