Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરમાં (Camp Hanuman Temple) દિવાળીના પર્વને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવી છે. કાળી ચૌદસના દિવસે સુંદરકાંડના પાઠ, મારુતિ યજ્ઞ, વિશેષ આરતી અને ભવ્ય આતશબાજીનું (Diwali Celebration) આયોજન કરાયું છે.
Camp Hanuman Temple: કાળી ચૌદસે સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ
કાળી ચૌદસ એટલે કે શનિવારે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 12:30 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન સુંદરકાંડના (Sundarkand Path) પાઠ યોજાશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ રાત્રે 1 વાગ્યે થશે.
આ ઉપરાંત, રાત્રે 12 વાગ્યે વિશેષ આરતી કરવામાં આવશે. આરતી બાદ રાત્રે 12:15થી 12:30 વાગ્યા દરમિયાન ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળીથી બેસતા વર્ષ સુધી દર્શનનો સમય
મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળી, પડતર દિવસ અને બેસતા વર્ષ માટે પણ દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. દિવાળી એટલે કે રવિવાર, પડતર દિવસ સોમવાર અને બેસતું વર્ષ એટલે કે મંગળવારે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ટ્રસ્ટે વધુમાં જણાવ્યું છે કે મંદિર આખા વર્ષ દરમિયાન બપોરના સમયે પણ દર્શન માટે ખુલ્લું રહે છે. દિવાળીના દિવસોમાં ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દિવાળીની મીઠાઈ-ફરસાણ પર ફૂડ વિભાગની નજર: ગીર સોમનાથમાં 22 નમૂના લેબમાં મોકલાયા
આ પણ વાંચો: કાલુપુર સ્ટેશન પર દિવાળીની ભીડ બેકાબૂ? મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી
આ પણ વાંચો: ગુજરાતના હવે નાના ઉદ્યોગકારોને પણ મળશે વિદેશમાં વેપારની તક: GEPC કરશે માર્ગદર્શન
