Amreli News/ દિવાળીમાં ગીર ફરવા જવાનું છે? સિંહો સાથે ચેડાં કરનાર સામે થશે કડક કાર્યવાહી

દિવાળી વેકેશન પહેલાં ગીર પૂર્વ વન વિભાગે સિંહોની સુરક્ષા (Gir Lion Security) માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. ગેરકાયદે લાયન શો રોકવા મેગા પેટ્રોલિંગ અને નાકાબંધી શરૂ.

Others Top Stories Gujarat Breaking News
Gir Lion Security: દિવાળી વેકેશન પહેલાં ગીર High Alert પર

Amreli News: દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન ગીરના જંગલમાં પ્રવાસીઓની અવરજવર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે એશિયાટિક સિંહોની (Asiatic Lions) સુરક્ષા (Gir Lion Security) માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર લાયન શો અને વન્ય પ્રાણીઓને ખોરાક આપીને કે અન્ય રીતે લલચાવીને તેમની કુદરતી વર્તણૂકમાં ખલેલ પહોંચાડવાની પ્રવૃત્તિઓ અટકાવવા ગીર પૂર્વ વન વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. આ માટે ખાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને જંગલ તથા આસપાસના વિસ્તારોમાં મેગા પેટ્રોલિંગ (Gir Forest Patrolling) હાથ ધરાયું છે.

Gir Lion Security: સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના, સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ

ગીર પૂર્વ ડિવિઝન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. વન વિભાગની અલગ-અલગ રેન્જની ટીમોને પણ સક્રિય કરવામાં આવી છે. આ ટીમો જંગલ વિસ્તાર અને આસપાસના સંવેદનશીલ સ્થળોએ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શંકાસ્પદ વાહનો અને ગતિવિધિઓની તપાસ ઉપરાંત જરૂરિયાત મુજબ નાકાબંધી પણ કરવામાં (Diwali Wildlife Protection) આવી રહી છે.

સિંહોને ખોરાક આપનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિંહો કે અન્ય વન્ય પ્રાણીઓને તેમના કુદરતી આવાસમાં ખલેલ પહોંચાડવી, તેમને લલચાવીને નજીક બોલાવવા અથવા ગેરકાયદેસર લાયન શો (Illegal Lion Show) યોજવા જેવી પ્રવૃત્તિઓ ગંભીર ગુનો છે. આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસીઓની વધતી અવરજવર વચ્ચે વન વિભાગની આ કામગીરીનો મુખ્ય હેતુ સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓનું કુદરતી વાતાવરણ જાળવવાનો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનો છે.


આ પણ વાંચો: ગીર ગઢડામાં કૂવામાંથી સિંહનો મૃતદેહ મળ્યો, 3 દિવસ બાદ વનવિભાગને જાણ થતાં અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો: ગીરના સિંહોની બે તસવીરો! એક તરફ શેત્રુંજીમાં 9 સિંહોનો અદ્ભુત નજારો, તો બીજી તરફ કુવામાં ખાબકેલી સિંહણનું રેસ્ક્યુ

આ પણ વાંચો: ગીરના સિંહો ગામમાં ઘૂસ્યા: ધારીના માલસીકામાં ઝરમર વરસાદ વચ્ચે પશુનો શિકાર