Maharastra News: મહારાષ્ટ્રના નાગપુર અને આસપાસના વિસ્તારોમાં રવિવારે બપોરે ભૂકંપના (Nagpur Earthquake) હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના સત્તાવાર આંકડા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 5 કિલોમીટર નીચે હતું. ઓછી તીવ્રતાના આ ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ (Maharashtra Earthquake) સામે આવ્યા નથી.
Nagpur Earthquake: બપોરે 2:17 વાગ્યે નોંધાયા ભૂકંપના આંચકા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, 8 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યે 17 મિનિટ અને 14 સેકન્ડે ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 2.6 (Magnitude 2.6 Earthquake) અને ઊંડાઈ 5 કિલોમીટર નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નાગપુર વિસ્તારમાં હોવાનું સત્તાવાર રીડિંગમાં દર્શાવવામાં આવ્યું છે. જોકે, શહેરના કયાવિસ્તારોમાં આંચકા સૌથી વધુ અનુભવાયા તે અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી.
ઓછી તીવ્રતાના ભૂકંપથી નુકસાનના અહેવાલ નહીં
2.6ની તીવ્રતાના ભૂકંપને સામાન્ય રીતે ઓછી તીવ્રતાની શ્રેણીમાં ગણવામાં આવે છે. આવા આંચકા હળવી ધ્રુજારી પેદા કરી શકે છે અને કેટલાક લોકોને તેનો અનુભવ પણ ન થાય.
હાલમાં નાગપુર શહેર કે આસપાસના વિસ્તારોમાં કોઈ જાનમાલનું નુકસાન કે મોટી દુર્ઘટના થઈ હોવાના અહેવાલ નથી. સ્થાનિક પરિસ્થિતિ અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: તાલાલામાં ફરી ભૂકંપના ત્રણ આંચકા, સતત આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો: ચોમાસા વચ્ચે હિમાચલમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, શિમલામાં 4.0ની તીવ્રતા
આ પણ વાંચો: નાસિક-સુરતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંંધાઈ
