Surat News/ નાસિક-સુરતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંંધાઈ

નાસિક અને ગુજરાતના સુરત સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા (Earthquake tremors)

Gujarat Surat Breaking News
earthquake tremors

surat news:  મહારાષ્ટ્રના નાસિક અને ગુજરાતના સુરત સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા (Earthquake tremors) અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ છે.

Earthquake tremors: નાસિકના અનેક તાલુકાઓમાં ભૂકંપના આંચકા

મહારાષ્ટ્રના નાસિક (Nashik) જિલ્લામાં રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નાસિક શહેર ઉપરાંત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 (Earthquake 4.3)નોંધાઈ હોવાનું જણાવાયું છે. આંચકા અનુભવાતા કેટલાક લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘણા લોકો પોતાના પરિવાર સાથે ખુલ્લી જગ્યાએ એકત્ર થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નાસિકથી આશરે 47 કિલોમીટર દૂર ભાનવડ ગામ નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સુરત અને વાપી સુધી અનુભવાયા આંચકા

નાસિકમાં આવેલા ભૂકંપની અસર મહારાષ્ટ્ર પૂરતી મર્યાદિત રહી ન હતી. ગુજરાતના સુરત (Surat)અને વાપી સહિત કેટલાક વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ લોકોએ થોડી ક્ષણો માટે કંપન અનુભવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે અચાનક કંપન અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. જોકે, સુરત, વાપી અને નાસિકમાં હાલ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ડાંગમાં પણ રાત્રે 10:02 કલાકે ધરતી ધ્રૂજી

ડાંગ જિલ્લામાં રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રે 10:02 કલાકે અનુભવાયેલા આંચકાની અસર સાપુતારા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા કેટલાક ઘરોની દીવાલો અને બારીઓ ધણધણી ઉઠી હતી. અચાનક કંપન અનુભવાતા લોકો ગભરાઈ ગયા હતા અને સલામતી માટે ઘરની બહાર નીકળી આવ્યા હતા.

સાપુતારામાં પ્રવાસીઓ હોટેલની બહાર દોડી આવ્યા

ડાંગના જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓને ધરતી ધ્રૂજવાનો અનુભવ થતાં તેઓ પણ ગભરાઈને હોટેલની બહાર દોડી આવ્યા હતા. રાત્રિના સમયે અચાનક મોટી સંખ્યામાં લોકો હોટેલની બહાર એકત્ર થતાં થોડા સમય માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. જોકે, કોઈ મોટી દુર્ઘટના બની હોવાની માહિતી નથી.

વિદ્યાર્થીઓ પણ સલામતી માટે મેદાનમાં દોડી આવ્યા

ભૂકંપના આંચકાની અસર શાળાના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી હતી. કંપન અનુભવાતા વિદ્યાર્થીઓ ગભરાઈને મેદાનમાં દોડી આવ્યા હતા. શાળા પરિસરમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. અચાનક આવેલા આંચકાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી હતી.

હાલ જાનહાનિ કે નુકસાનની માહિતી નહીં

ભૂકંપના આંચકા બાદ સ્થાનિક સ્તરે પરિસ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલની માહિતી પ્રમાણે ડાંગ જિલ્લામાં કોઈ જાનહાનિ કે મોટા પ્રમાણમાં મિલકતને નુકસાન થયું હોવાની માહિતી નથી.


આ પણ વાંચો:અમદાવાદમાં ભૂકંપનું જોખમ: થલતેજ, સેટેલાઇટ સહિત પશ્ચિમ વિસ્તાર વધુ સંવેદનશીલ
આ પણ વાંચો:ઇજિપ્તમાં ભૂકંપના આંચકાથી ધ્રુજી ધરા; રિક્ટર સ્કેલ પર 5.4 રહી તીવ્રતા
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો, 2.6ની તીવ્રતા નોંધાઈ