Egypt News: મિસરમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરમાં 7 લોકોનાં મોત (Egypt Train Accident) થયા છે, જ્યારે 125 લોકો ઘાયલ થયા છે. રવિવાર, 8 નવેમ્બરના રોજ ગીઝા (Giza Train Crash) પ્રાંતના અલ-અયાત વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ (Al Ayyat Train Collision) હતી. ટક્કર બાદ ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
Egypt Train Accident: કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?
ઇજિપ્તની રેલવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગીઝાથી ફયૂમ તરફ જઈ રહેલી ટ્રેન નંબર 134એ કૈરોથી અસવાન તરફ જઈ રહેલી ટ્રેન નંબર 2010ને પાછળથી ટક્કર મારી હતી. કફર અમ્માર અને અલ-રક્કા સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો (Egypt Railway Accident) હતો. આ ટક્કરને કારણે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

72 એમ્બ્યુલન્સની મદદથી બચાવ કામગીરી
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે 72 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી 71 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. 43 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ઘટનાની ઝડપી તપાસના આદેશ આપ્યા હતા. તેમણે બેદરકારી માટે જવાબદાર જણાય તેવા લોકો સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી.
બીજી તરફ, સરકારી તપાસ એજન્સીઓએ અકસ્માતનાં કારણો જાણવા તપાસ શરૂ કરી છે. તપાસ માટે વિશેષ ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવી છે, જે અકસ્માત સ્થળ, ક્ષતિગ્રસ્ત ડબ્બાઓ અને રેલવે ટ્રેકની તપાસ કરશે. અકસ્માત બાદ ક્ષતિગ્રસ્ત ટ્રેનોનો કાટમાળ હટાવીને રેલવે સેવા ફરી શરૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: લંડન નજીક બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, લોકો પાયલટનું મોત અને 89 મુસાફરો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો અથડાતા 21 લોકોના મોત અને 100થી વધુ મુસાફરો ઘાયલ
આ પણ વાંચો: દક્ષિણ અમેરિકાના પેરુમાં માચુ પિચ્ચુ માર્ગ પર બે ટ્રેનો ટકરાઈ, ડ્રાઈવરનું મોત અને 40થી વધુ ઘાયલ
