Food Recipe/ તહેવારો પર નમકીન ખરીદવાની જરુર નથી….ઘરે જ બનાવો મહારાષ્ટ્રનો ફેમસ પોહા ચેવડા…મહિનાઓ સુધી નહિં થાય ખરાબ!

તમારે ઘરનું બનાવેલું તાજુ અને શુદ્ધ નમકીન ખાવું હોય તો મહારાષ્ટ્ર સ્પેશ્યલ પોહા ચિવડા (Poha Chevda Recipe) અર્થાત્ પૌઆનો ચેવડો અવશ્ય બનાવવો.

Lifestyle festival Food Trending
Poha Chevda Recipe...મહારાષ્ટ્રીયન સ્ટાઈલ Amazing ફરસાણ...દિવાળી 2026 પર ઘરે બનાવો!

Food Recipe: મહારાષ્ટ્ર સ્પેશ્યલ પોહા ચિવડા (Maharastriyan Poha Chevda Recipe) અર્થાત્ પૌઆનો ચેવડો બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ.

દિવાળી (Diwali 2026) પર લગભગ તમામ ઘરમાં મીઠાઈઓ (Sweets) તો બનતી જ હોય છે પણ લોકો ફરસાણ (Namkeen) બનાવવાની મહેનત કરવાનું ઓછું પસંદ કરતા હોય છે. પરંતુ જો તમારે ઘરનું બનાવેલું તાજુ અને શુદ્ધ નમકીન ખાવું હોય તો મહારાષ્ટ્ર સ્પેશ્યલ પોહા ચિવડા (Poha Chevda Recipe) અર્થાત્ પૌઆનો ચેવડો અવશ્ય બનાવવો. અહિં દર્શાવી દઈએ કે આ ચેવડાને બનાવવામાં ઘણો સમય પણ નથી લાગતો! તો ચાલો નોંધી લઇએ પોહા ચેવડાની રેસિપી…

શી રીતે બનાવશો પોહા ચિવડા? (Poha Chevda Recipe) 

પૌઆનો ચેવડો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Poha Chevda Ingredients
Poha Chevda Ingredients

સામગ્રી

નાયલોન પૌંઆ-250 ગ્રામ

અડધો કપ કાચી મગફળી

અડધો કપ કાચા કાજુ

અડધો કપ શેકેલા દાળિયા

અડધો કપ સૂકા નાળિયેરની ચિપ્સ

2 મોટી ચમચી દળેલી ખાંડ

1 મોટી ચમચી સિંધા લૂણ

1 મોટી ચમચી આમચૂર પાવડર

વઘાર માટેની સામગ્રી

જીરું 1 નાની ચમચી

1 નાની ચમચી વરિયાળી

અડધી નાની ચમચી હીંગ

પા ચમચી હળદર

20-25 પાન મીઠા લીમડાના પાન

5 લીલા મરચાં

Poha Chevda Recipe
Poha Chevda Recipe

બનાવવાની વિધિ

1. પૌંઆ ચેવડો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈ ગરમ કરવી. એમાં નાયલોન પૌંઆ (Naylon Poha) નાખીને ધીમા તાપે સતત હલાવીને કુરકુરા થાય ત્યાં સુધી શેકી લેવા. ધ્યાન રાખવું કે પૌંઆ બળે નહિં! ધીમા તાપે પૌંઆને શેકવાથી એ સરસ રીતે ક્રિસ્પી બની જશે.

2. હવે પૌંઆ એક પ્લેટમાં કાઢી લેવા. આ જ કડાઈમાં થોડું તેલ ઉમેરીને મગફળી અને કાજુ (Peanuts and Chashew nuts)ને અલગ-અલગ સોનેરી થાય ત્યાં સુધી શેકી લેવા. ત્યાર બાદ દાળિયા અને પાતળા સમારેલા સૂકા નારિયેળના કકડાને પણ સાંતળીને હળવા ક્રિસ્પી કરી લેવા.

3. આ સામગ્રીને એક પ્લેટમાં કાઢી લેવી. હવે કડાઈમાં થોડું તેલ ગરમ કરીને એમાં જીરું, વરિયાળી અને હીંગ ઉમેરો. ત્યાર બાદ, એમાં મીઠા લીમડાના પાન અને બારીક સમારેલા લીલા મરચાં ઉમેરવા. હવે હળદર પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લેવો.

4. આ તૈયાર વઘારમાં શેકેલી મગફળી, કાજુ, દાળિયા અને નારિયેળની ચિપ્સ ઉમેરો. ત્યાર બાદ શેકેલા પૌંઆ સારી રીતે મિક્સ કરી લો જેથી બધા મસાલાનું તમામ પૌંઆ પર સારી રીતે કૉટિંગ થઈ જાય.

5. અંતે સિંધા લૂણ, દળેલી ખાંડ અને આમચૂર પાવડર મિક્સ કરવો. તમામ સામગ્રીને સારી રીતે હલાવી લેવી અને થોડી વાર ધીમા તાપે સતત ચલાવતા રહેવું. હવે ગૅસ બંધ કરીને ચેવડાને પૂરી રીતે ઠંડો થવા દેવો.

તો તૈયાર છે તમારે ‘પોહા ચિવડા’ની મજેદાર રેસિપી…આ ચેવડાને સ્ટોર કરતા પહેલા તદ્દન ઠંડો કરી લેવો અને પછી આ ફરસાણને એક સ્વચ્છ અને એરટાઈટ ડબ્બામાં રાખવો. એમાં ભીની ચમચી કે હાથ ન નાખવો નહિં તો એ હવાઈ જશે. ભેજ અને તડકાથી દૂર કોઈ ડ્રાય જગ્યાએ આ ડબ્બો રાખવો. યોગ્ય રીતે સ્ટોર કરવાથી આ ચેવડો કેટલાય અઠવાડિયા સુધી ક્રિસ્પી રહી શકે છે.


આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો બજાર જેવા ક્રિસ્પી ‘કુરકુરે મોમોઝ’, જાણી લો તેની સિક્રેટ અને સરળ રેસીપી

આ પણ વાંચો: નાસ્તામાં કેવી રીતે બનાવશો સ્વાદિષ્ટ ખીલેલા પૌંઆ…પોષક તત્વોથી સભર ડિશની રેસિપી..!