gujrat news/ સુરત-વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકીભર્યા મેઈલથી પોલીસ દોડતી થઈ

સુરત અને વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ થયું છે. બંને શહેરોમાં પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat Surat Vadodara Breaking News
સુરત-વડોદારાની બેંકો ટાર્ગેટ!

Surat News: સુરતના પોશ અને વ્યસ્ત ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ મળ્યો હતો. (Surat Bank Bomb Threat) બાદ દિવાળીના તહેવારો દરમિયાન આ પ્રકારનો ધમકીભર્યો મેસેજ મળતાં બેંક સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. બેંકના સત્તાવાર ઈમેઇલ પર ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર તમામ કર્મચારીઓને બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.

સુરતની બેંક ઓફ બરોડાને બોમ્બની ધમકી

Surat Bank Bomb Threat: બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી
Surat Bank Bomb Threat: બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી

સુરતના પોશ અને વ્યસ્ત ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ મળ્યો હતો. (Surat Bank Bomb Threat) બાદ દિવાળીના તહેવારો દરમિયાન આ પ્રકારનો ધમકીભર્યો મેસેજ મળતાં બેંક સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. બેંકના સત્તાવાર ઈમેઇલ પર ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર તમામ કર્મચારીઓને બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે કરી તપાસ

Surat Bank Bomb Threat: બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી
Surat Bank Bomb Threat: બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી

બેંક પરિસર ખાલી કરાવ્યા બાદ સુરક્ષા ટીમોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બેંકના અલગ-અલગ રૂમ, માળ અને આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી. Bank Bomb Threat બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

ધમકીભર્યો ઈમેઇલ મળવાના કારણે સ્થાનિક વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો. જોકે, પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તાત્કાલિક કાર્યવાહીથી સ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી હતી.

વડોદરાની બે બેંકોને પણ ધમકી

સુરત બાદ વડોદરામાં પણ બે બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. શહેરના રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને ધમકી આપવામાં આવી હતી.

રાવપુરા રોડની બેંક ઓફ ઈન્ડિયાને ધમકીભર્યો ઈમેઇલ મળ્યા બાદ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની અવરજવર બંધ કરાવવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બીજી તરફ સયાજીગંજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. બેંકના મેનેજર એસ.કે. ત્યાગીના જણાવ્યા અનુસાર, બેંકના Gmail આઈડી પર અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

બેંકો ખાલી કરાવી પોલીસ તપાસ શરૂ

Surat Bank Bomb Threat: બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી
Surat Bank Bomb Threat: બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી

બંને બેંકોમાં ધમકી મળ્યા બાદ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બેંક પરિસરમાં અવરજવર બંધ કરાવી સુરક્ષા ટીમોએ તપાસ હાથ ધરી હતી. (Bank Security Alert) બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી બેંકના દરેક ભાગની તપાસ કરવામાં આવી હતી. સાથે જ આસપાસના વિસ્તારમાં પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી.

ઈમેઇલ મોકલનારની શોધખોળ

આ સમગ્ર મામલે હવે પોલીસની તપાસનો મુખ્ય ફોકસ ધમકીભર્યો ઈમેઇલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવાનો છે. સાયબર ક્રાઈમની મદદથી ઈમેઇલના ટેક્નિકલ ડેટા અને અન્ય વિગતો તપાસવામાં આવી રહી છે. પોલીસ ઈમેઇલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ મેળવવાની દિશામાં તપાસ કરી રહી છે.

અધિકારી એસ.કે. ત્યાગીએ જણાવ્યું હતું કે બેંકના Gmail આઈડી પર ધમકીભર્યો ઈમેઇલ આવ્યો હતો. ઈમેઇલ મળ્યા બાદ બેંક દ્વારા કોઈ વિલંબ કર્યા વિના પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઈમેઇલ આશરે પોણા બારથી બાર વાગ્યાની આસપાસ આવ્યો હતો.

અગાઉ CM ઓફિસ અને હાઈકોર્ટને પણ મળી હતી ધમકી

નોંધનીય છે કે ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. આ ઘટનાને પગલે પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારી કચેરીઓ, શાળાઓ, અદાલતો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોને ધમકીભર્યા ઈમેઇલ મળવાની ઘટનાઓ સામે આવી છે. હવે સુરત અને વડોદરાની બેંકોને નિશાન બનાવવામાં આવતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

હાલમાં સુરત અને વડોદરાની બેંકોમાં તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ ધમકીભર્યા ઈમેઇલની ગંભીરતાથી તપાસ કરી રહી છે. સાથે જ સાયબર ક્રાઈમની ટીમ ઈમેઇલ મોકલનાર વ્યક્તિની ઓળખ અને લોકેશન શોધવા માટે તપાસ આગળ વધારી રહી છે.


આ પણ વાંચો:Surat પોલીસ ચોકી બની ‘મેટરનિટી વોર્ડ’! ખાખીધારી બન્યા દેવદૂત

આ પણ વાંચો:Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું

આ પણ વાંચો:Suratમાં વુમન પ્રીમિયર લીગના આયોજનને લીલીઝંડી