MANTAVYA Vishesh/ Surat પોલીસ ચોકી બની ‘મેટરનિટી વોર્ડ’! ખાખીધારી બન્યા દેવદૂત

Police Chowki Maternity Ward: સુરત રેલવે સ્ટેશન બહાર સગર્ભા મહિલાને અચાનક પ્રસવપીડા ઉપડતાં ટ્રાફિક પોલીસ અને TRB જવાનો મદદે આવ્યા. પોલીસ ચોકીમાં ચાદરોની આડશ ઊભી કરી રેલવે તબીબની મદદથી સફળ પ્રસુતિ કરાવવામાં આવી. માતા અને નવજાત બાળકી બંને સ્વસ્થ છે.

Mantavya Vishesh
Police Chowki Maternity Ward: સગર્ભાએ બાળકીને આપ્યો જન્મ

Mantavya Vishesh: સુરત રેલવે સ્ટેશનની બહાર આવેલી એક નાનકડી પોલીસ ચોકી (Surat Traffic Police) …સામાન્ય રીતે જ્યાં પોલીસકર્મીઓ ટ્રાફિક સંભાળે છે…એ જ ચોકી અચાનક બની ગઈ ‘મેટરનિટી વોર્ડ’(Police Chowki Maternity Ward) ! એક તરફ પ્રસવપીડાથી કણસતી સગર્ભા મહિલા…બીજી તરફ હોસ્પિટલ પહોંચવાનો સમય પણ નહોતો…અને એ સમયે ખાખી વર્દીમાં રહેલા જવાનો બન્યા દેવદૂત!

Police Chowki Maternity Ward: સગર્ભાએ બાળકીને આપ્યો જન્મ

ચાદરોની આડશ ઊભી કરવામાં આવી…રેલવેના તબીબને તાત્કાલિક બોલાવવામાં આવ્યા…અને થોડી જ વારમાં પોલીસ ચોકીમાં ગૂંજી ઉઠી એક નવજાત બાળકીની કિલકારી!આ કહાની માત્ર એક પ્રસૂતિની નથી…આ કહાની છે સમયસર લેવાયેલા નિર્ણય, ફરજ અને માનવતાની!

ઘટના છે 26 સપ્ટેમ્બરની બપોરની…મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા બળવંતભાઈ વસોનીયા પોતાના પરિવાર સાથે વતન જવા નીકળ્યા હતા.પત્ની અમલાબેન ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં હતાં…સાથે હતી તેમની નાની દીકરી…પરિવાર સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો…પણ ટ્રેન પકડવાની ઉતાવળ વચ્ચે અચાનક એવી સ્થિતિ સર્જાઈ કે પરિવારની તમામ ચિંતા એક જ ક્ષણે બદલાઈ ગઈ.બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમલાબેનને અચાનક અસહ્ય પ્રસવપીડા ઉપડી…દર્દ એટલો વધી ગયો કે તેઓ સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસ ચોકી નજીક જ ઢળી પડ્યાં.પત્નીને આ હાલતમાં જોઈ પતિ બળવંતભાઈ ગભરાઈ ગયા…

Police Chowki Maternity Ward: સગર્ભાએ બાળકીને આપ્યો જન્મ

શું કરવું… ક્યાં લઈ જવું…એ સમજાય એ પહેલાં જ તેમણે પોલીસ ચોકી પર હાજર TRB જવાન પ્રવીણભાઈ ખતવાસેને મદદ માટે વિનંતી કરી.અને અહીંથી શરૂ થાય છે ખાખીની માનવતાની કહાની!પ્રવીણભાઈએ સ્થિતિની ગંભીરતા સમજી…હોસ્પિટલ લઈ જવાનો સમય નથી!એવું લાગતાં તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વગર રેલવે હોસ્પિટલના તબીબને બોલાવવા દોટ મૂકી.બીજી તરફ ચોકી પર હાજર અન્ય જવાનોએ પણ તરત જ મહિલાને સુરક્ષિત રીતે ચોકીની અંદર ખસેડી.

પરંતુ હવે સૌથી મોટો પડકાર હતો…ચોકીમાં કોઈ વ્યવસ્થા નહોતી..ન આડશ… ન પ્રસૂતિ માટેની જગ્યા…ત્યારે રાહુલ, મેહુલ, મિથુન અને પિન્ટુ નામના જવાનોએ નજીકની હોટેલમાંથી ચાદરો મંગાવી.ચોકીની આસપાસ ચાદરોની આડશ ઊભી કરવામાં આવી…અને ગણતરીની મિનિટોમાં ટ્રાફિક પોલીસની એ નાનકડી ચોકીનું રૂપ જ બદલાઈ ગયું!

બહાર પોલીસની ફરજ…અને અંદર જીવનને દુનિયામાં લાવવાની લડાઈ!આ દરમિયાન રેલવેના મેડિકલ ઓફિસર ડો. કૌશિક પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા.પરિસ્થિતિ ગંભીર હતી..પરંતુ તબીબે સૂઝબૂઝથી કામગીરી શરૂ કરી.જવાનો બહાર સુરક્ષા અને વ્યવસ્થા સંભાળી રહ્યા હતા…અને અંદર તબીબ પ્રસૂતિ કરાવી રહ્યા હતા.

Police Chowki Maternity Ward: સગર્ભાએ બાળકીને આપ્યો જન્મ
Police Chowki Maternity Ward: પોલીસ ચોકીમાં એક નવજાત બાળકીનો જન્મ થયો

થોડી જ વારમાં…એ જ પોલીસ ચોકીમાં એક નવજાત બાળકીનો જન્મ થયો!અને ત્યાર બાદ જે અવાજ સંભળાયો…એ હતો એક નવજીવનના આગમનનો(Normal Delivery) અવાજ! નવજાત બાળકીની કિલકારી!થોડી ક્ષણ પહેલાં જ્યાં ચિંતા અને ગભરાટ હતો…ત્યાં હવે રાહતનો માહોલ હતો.

પરંતુ આ સમગ્ર ઘટનામાં એક દૃશ્ય એવું પણ હતું..જે દરેકનું ધ્યાન ખેંચી લે એવું હતું. માતાની હાલત જોઈ તેમની નાની દીકરી પણ ખૂબ ડઘાઈ ગઈ હતી. અજાણ્યા સ્થળે માતાને દર્દમાં જોઈને તે અમલાબેનના માથા પાસે બેસી ગઈ અને સતત માતાને વળગી રહી. જાણે પોતાની માતા માટે પ્રાર્થના કરતી હોય તેમ બાળકી પ્રસૂતિ પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં જ રહી. આખરે માતા અને નવજાત બંને સુરક્ષિત રહ્યાં અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Police Chowki Maternity Ward: સગર્ભાએ બાળકીને આપ્યો જન્મ
Police Chowki Maternity Ward: માતાની હાલત જોઈ તેમની નાની દીકરી પણ ખૂબ ડઘાઈ ગઈ

પરંતુ આખરે બધું સારું થયું.સફળ પ્રસૂતિ બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી અમલાબેન અને નવજાત બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.હાલ માતા અને નવજાત બાળકી બંને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

સુરતની આ ઘટના આપણને એક વાત ફરી યાદ અપાવે છે…પોલીસની ઓળખ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની નથી.ક્યારેક ખાખી વર્દીનો સાચો અર્થ ત્યારે સામે આવે છે…જ્યારે કોઈ અજાણી વ્યક્તિ મુશ્કેલીમાં હોય…અને પોલીસકર્મી ફરજની સીમા પાર કરીને માનવતા માટે ઊભો રહે! સુરત રેલવે સ્ટેશનની આ નાનકડી પોલીસ ચોકી કદાચ થોડા સમય માટે જ ‘મેટરનિટી વોર્ડ’ બની હતી…પરંતુ ત્યાં જન્મેલી બાળકીની કિલકારી…અને તેને સુરક્ષિત દુનિયામાં લાવવા માટે જવાનો તથા રેલવે તબીબે કરેલી મહેનત…આ ઘટના લાંબા સમય સુધી યાદ રહેશે.ખાખી ક્યારેક કડક દેખાય છે..પણ તેની અંદર માનવતા જીવતી હોય છે!


આ પણ વાંચો: “પારણા કરાવો છો કે આદિવાસીઓને ઉપાડો છો?” Mansukh Vasava એ વનમંત્રીને ઘેર્યા

આ પણ વાંચો: ગરબાના ગ્રાઉન્ડમાં VHPનો નિયમ કે સરકારનો કાયદો?

આ પણ વાંચો: ‘રાજીનામું આપો, નહીં તો…’ જ્ઞાનેશ કુમારને CJPની ખુલ્લી ચીમકી!