Pani Puri Seller: રસ્તા પર પાણીપુરીની લારી ચલાવતા એક યુવકની કમાણી (Pani Puri Business) જાણીને IITમાંથી અભ્યાસ કરેલી યુવતી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. યુવક એક લારીમાંથી દર મહિને આશરે 1.20 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેની પાસે આવી કુલ ચાર લારીઓ છે, જેના કારણે તેની માસિક કમાણી 4.5 લાખ રૂપિયાથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. IIT ગુવાહાટીની ગ્રેજ્યુએટ વૈષ્ણવી શ્રીવાસ્તવે આ અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર (IIT Graduate Viral Video) કર્યો છે.
Pani Puri Business: Pani Puri Business: પાણીપુરીવાળાની કમાણી જાણીને યુવતી ચોંકી
વૈષ્ણવી શ્રીવાસ્તવે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે તે IIT દિલ્હી, IIT કાનપુર અને IIT હૈદરાબાદમાં અભ્યાસ કરેલા પોતાના મિત્રો સાથે પાણીપુરી ખાવા ગઈ હતી. આ દરમિયાન તેમણે પાણીપુરી વેચતા યુવક સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં યુવકે પોતાની કમાણી વિશે માહિતી આપી (Street Food Business) હતી.
યુવકના જણાવ્યા અનુસાર, તમામ ખર્ચા બાદ એક લારીમાંથી દર મહિને આશરે 1.20 લાખ રૂપિયાનો નફો (Monthly Business Income) થાય છે. તે બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એટલે કે દિવસના માત્ર છ કલાક કામ કરે છે. તેની પાસે આવી અન્ય ત્રણ લારીઓ પણ છે. આ રીતે તેની કુલ માસિક કમાણી 4.5 લાખ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે.
ઘર અને સ્કોર્પિયો કારનો પણ માલિક
વીડિયોમાં વૈષ્ણવીએ વધુમાં જણાવ્યું કે પાણીપુરી વેચતા આ યુવક પાસે પોતાનું ઘર અને સ્કોર્પિયો કાર પણ છે. તેની કમાણીની વાત સાંભળીને ત્યાં હાજર એક IIT ગ્રેજ્યુએટે મજાકમાં કહ્યું કે અમારી ડિગ્રી તો મજાક બની ગઈ છે.
વૈષ્ણવીએ વીડિયોના કેપ્શનમાં આ ઘટનાને IIT અને પાણીપુરીવાળા વચ્ચેની સરખામણી નહીં, પરંતુ કોર્પોરેટ નોકરી કરતા કર્મચારી અને પોતાનો વ્યવસાય કરતા વ્યક્તિ વચ્ચેનો તફાવત ગણાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે પાણીપુરીવાળાની કમાણીની પ્રશંસા કરી હતી, તો કેટલાકે તેની પાછળની મહેનત તરફ ધ્યાન દોર્યું હતું.
એક યુઝરે લખ્યું કે એસી ઓફિસમાં બેસીને કામ કરતા લોકોની સરખામણીમાં રસ્તા પર વેપાર કરતા વ્યક્તિએ ગરમી, ઠંડી, વરસાદ અને પ્રદૂષણ વચ્ચે ઊભા રહીને મહેનત કરવી પડે છે. અન્ય એક યુઝરે મુંબઈના એક ચાવાળાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે તેની કમાણી જાણ્યા બાદ તેને પોતાની MBA ડિગ્રી પાછળ ખર્ચાયેલી ફી યાદ આવી ગઈ હતી.
આ પણ વાંચો: પાણીપુરી જોઈને ગાયનું મન ચળ્યું…ખાવાની જીદ કરવા લાગી…સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ!
આ પણ વાંચો: અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું? રાણીપની ફૂડ લારીનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર ગંદકી જણાય તો ગ્રાહકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ
