Junagadh News: દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓમાં ફરવા નીકળેલા પ્રવાસીઓ માટે જૂનાગઢ આકર્ષણનું (Junagadh Tourism) કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ અને ગિરનારની મુલાકાતે પહોંચી (Girnar Mountain) રહ્યા છે. ગિરનારની લીલીછમ વનરાઈ, ઠંડું વાતાવરણ અને ધાર્મિક સ્થળોનો અનોખો સંગમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. રજાઓના પગલે શહેરનાં જોવાલાયક સ્થળો અને ગિરનાર પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
Junagadh Tourism: ગિરનાર પર રોપ-વે અને પગપાળા યાત્રા માટે પ્રવાસીઓનો ધસારો
ગિરનાર પર્વત પર રોપ-વેની (Girnar Ropeway) સુવિધા શરૂ થયા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ રોપ-વે દ્વારા પર્વત પર પહોંચી રહ્યા છે. બીજી તરફ, શ્રદ્ધાળુઓ અને સાહસિક પ્રવાસીઓ પરંપરાગત રીતે હજારો પગથિયાં ચડીને અંબાજી માતાના દર્શન કરવા તેમજ ભગવાન દત્તાત્રેયનાં ચરણોમાં શીશ નમાવવા પહોંચી રહ્યા છે. પર્વત પર છવાયેલા વાદળો, લીલીછમ વનરાજી અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બન્યાં છે.
ઐતિહાસિક સ્થળો અને સાસણ ગીર પણ પ્રવાસીઓથી ધમધમ્યાં
જૂનાગઢમાં પ્રવાસીઓ માત્ર ગિરનારની મુલાકાત પૂરતી મર્યાદિત નથી. શહેરમાં આવેલા નવાબી યુગનાં સ્થાપત્યો, મ્યુઝિયમ, નરસિંહ મહેતાનો ચોરો, મહોબત મકબરો અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત, એશિયાઈ સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતા સાસણ ગીર (Sasan Gir Safari) સફારી પાર્કમાં પણ પ્રવાસીઓની અવરજવર વધી છે. પરિણામે દિવાળીની રજાઓમાં જૂનાગઢ અને આસપાસનાં પ્રવાસન સ્થળો પર ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

‘સૌરાષ્ટ્રના પવિત્ર સ્થળોની મુલાકાતનો અનુભવ અદભુત’
સુરતથી પરિવાર સાથે જૂનાગઢ આવેલા પ્રવાસીએ જણાવ્યું કે, આ વખતે બહારગામ કે વિદેશ જવાને બદલે તેમણે સૌરાષ્ટ્રનાં પવિત્ર સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કર્યું છે. ગિરનાર, સાસણ, નરસિંહ મહેતાનો ચોરો, અડીકડી વાવ અને દ્વારકા સહિતનાં સ્થળોની મુલાકાતનો અનુભવ અદભુત રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, વિદેશ પ્રવાસ ખર્ચાળ હોય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખુશનુમા વાતાવરણ, સારા રસ્તા અને રહેવા-જમવાની પ્રમાણમાં સસ્તી સુવિધાઓ પ્રવાસીઓ માટે અનુકૂળ છે.
‘સૌરાષ્ટ્રનો પ્રથમ પ્રવાસ યાદગાર રહ્યો’
મુંબઈથી જૂનાગઢ ફરવા આવેલાં પ્રવાસીએ જણાવ્યું કે, તેઓ પહેલીવાર જૂનાગઢ આવ્યાં છે. અગાઉ તેઓ શિમલા જેવા હિલ સ્ટેશનો પર ફરવા જતાં હતાં, પરંતુ સૌરાષ્ટ્રનાં ઊંચાં પર્વતો અને કુદરતી વાતાવરણનો અનુભવ તેમના માટે અલગ અને અદ્ભુત રહ્યો છે. અહીંની ઠંડી હવા અને પ્રકૃતિએ તેમને ખાસ આકર્ષ્યાં (Junagadh Tourist Places) છે. જૂનાગઢની મુલાકાત બાદ તેઓ સોમનાથ અને દ્વારકાની પણ મુલાકાત લેવાના છે.
આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ: 5થી 7 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
આ પણ વાંચો: ગિરનાર પર મોટું સુરક્ષા ઓપરેશન, 25 ટ્રેકર તૈનાત; સિંહની હિલચાલ પર 24 કલાક નજર
આ પણ વાંચો: ગિરનાર હનુમાનધારા મંદિરના વ્યવસ્થાપકનો કથિત દારૂનો વીડિયો વાયરલ, બંને ભાઈઓની અટકાયત
