Valsad News: વલસાડ શહેરમાં ગુજરાતી નવા વર્ષના પવિત્ર અવસરે શ્રીનાથજી મંદિર (Shrinathji Temple Valsad) અને ગાદીજી મંદિર (Gadiji Temple) ખાતે પરંપરાગત અન્નકૂટ સખડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાનને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવી (Annakut Utsav) વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સખડીનાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ બંને મંદિરોમાં વૈષ્ણવ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી.
Shrinathji Temple Valsad: પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા વૈષ્ણવો
નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનનાં દર્શન (New Year Celebration) કરીને વર્ષભર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની પ્રાર્થના કરવાની પરંપરા છે. આ પરંપરાને અનુસરીને વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો બંને મંદિરોમાં પહોંચ્યા હતા. ભક્તોએ પરિવાર સાથે ભગવાન શ્રીનાથજી અને ગાદીજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

જય શ્રીકૃષ્ણના નાદથી ગુંજી ઊઠ્યાં મંદિરો
બંને મંદિરોમાં અન્નકૂટ સખડીની આકર્ષક રચના કરવામાં આવી હતી. ભગવાનને ધરાવવામાં આવેલી વિવિધ વાનગીઓનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ભક્તિભાવ સાથે જય શ્રીકૃષ્ણના નાદ ગુંજી ઊઠ્યા હતા. આ ધાર્મિક આયોજનને કારણે વલસાડમાં નવા વર્ષની શરૂઆત ભક્તિમય માહોલમાં થઈ હતી.
આ પણ વાંચો: ડાકોરમાં 151 મણનો અન્નકૂટ, દ્વાર ખૂલતાં જ પ્રસાદ લેવા ઉમટ્યા ભક્તો
આ પણ વાંચો: દિવાળીના વેકેશનમાં ગિરનાર બન્યું પ્રવાસીઓનું હોટસ્પોટ: રોપ-વે અને પગથિયાં પર ભારે ભીડ
આ પણ વાંચો: પોરબંદરમાં ખરીદી કરતા જોવા મળ્યા મંત્રી અર્જુન મોઢવાડિયા, નાગરિકોને કરી વોકલ ફોર લોકલની અપીલ
