Vadodara News/ વડોદરામાં મગરની એન્ટ્રીથી દોડધામ: રહેણાંક વિસ્તારના રસ્તા પર મહાકાય મગર દેખાયો

વડોદરાના ભાયલીના ઠાકોર ફળિયામાં વિશાળકાય મગર આવી ચડતાં લોકોનાં ટોળાં ઉમટ્યાં હતાં. વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરી મગરને પાંજરે (Crocodile Rescue) પૂર્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
Crocodile Rescue: ભાયલીના ઠાકોર ફળિયામાં મગર દેખાતાં ફફડાટ

Vadodara News: વડોદરાના ભાયલી (Bhayli) વિસ્તારમાં આવેલા ઠાકોર ફળિયામાં આજે અચાનક એક મહાકાય મગર (Crocodile Rescue) આવી ચડતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. રહેણાક વિસ્તારના રસ્તા પર મગર જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મગરને જોવા માટે આસપાસના લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરીને મગરને પકડી પાંજરામાં પૂર્યો હતો.

Crocodile Rescue: વિશ્વામિત્રી નદીમાંથી રહેણાક વિસ્તારમાં આવ્યો હોવાની શક્યતા

ભાયલી વિસ્તારની નજીકથી વિશ્વામિત્રી નદી (Vishwamitri River) પસાર થાય છે, જે મગરોનું કુદરતી નિવાસસ્થાન ગણાય છે. સ્થાનિક સ્તરે (Crocodile in Residential Area) મગર નદીમાંથી બહાર નીકળીને ઠાકોર ફળિયાના રહેણાક વિસ્તારમાં આવી પહોંચ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક રસ્તા પર મગર દેખાતાં રહીશો સતર્ક થઈ ગયા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસના લોકોને સાવચેત કર્યા હતા.

વનવિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું

સ્થાનિક રહીશોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરતાં અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જરૂરી સાવચેતી રાખીને મગરને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. કુશળતાપૂર્વક મગરને સુરક્ષિત રીતે પકડીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. મગર પકડાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વનવિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. ભાયલી સહિત વિશ્વામિત્રી નદીના આસપાસના વિસ્તારોમાં મગર દેખાય તો તેની નજીક જવાને બદલે તાત્કાલિક વનવિભાગને જાણ કરવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.


આ પણ વાંચો: વડોદરાના પાલડી ગામે નિવૃત્ત પોલીસકર્મીનો મગરે લીધો ભોગ, એક કલાકની જહેમતે મૃતદેહ મળ્યો

આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહ-દીપડા બાદ હવે મગરનો ભય! નદીમાં પગ ધોતા આધેડ પર હુમલો

આ પણ વાંચો: ‘ખતરોં કે ખિલાડી 15’માંથી રુહાનિકા ધવન બહાર…મગરમચ્છ સ્ટંટના કારણે ફિનાલેમાં પહોંચવાનું સપનું તૂટ્યું!