Panchmahal News/ ગોધરા-દાહોદ હાઇવે પર દોડતી કારમાં અચાનક ભીષણ આગ, ચાલકે કૂદકો મારી જીવ બચાવ્યો

ગોધરા-દાહોદ હાઇવે પર ચાલુ કારમાં આગ(Car Fire) ભભૂકી, ચાલકની સમયસૂચકતાથી આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી

Others Gujarat Breaking News
Car Fire

Panchmahal News : પંચમહાલના ગોધરા-દાહોદ હાઇવે પર મુનલાઈટ સિનેમા નજીક ચાલુ કારમાં અચાનક આગ ફાટી((Car Fire) નીકળી હતી. સદનસીબે, કારચાલકે સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે હાઇવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરાતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાય છે, પરંતુ ચોક્કસ કારણ અકબંધ છે.

પંચમહાલ(Panchmahal) જિલ્લાના ગોધરા-દાહોદ હાઇવે પર મુનલાઈટ સિનેમા નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહનમાં એકાએક આગ લાગતાં હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, કારચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.

Car Fire: ચાલકની સમયસૂચકતાથી મોટો અનર્થ ટળ્યો

ગોધરા-દાહોદ હાઇવે(Godhra Dahod Highway) પર મુનલાઈટ સિનેમા પાસેથી પસાર થઈ રહેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. સ્થિતિ પારખી ગયેલા કારચાલકે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના કારને રોકી તાત્કાલિક નીચે ઉતરી જવાનો નિર્ણય કર્યો હતો. ચાલકની આ સમયસૂચકતાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે કોઈ શારીરિક ઈજા પહોંચી ન હતી.

ફાયર બ્રિગેડને જાણ કરાઈ અને આગનું કારણ અકબંધ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આસપાસના લોકો દ્વારા તુરંત જ ગોધરા ફાયર બ્રિગેડ(Godhra Fire Brigade)ને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ(Short Circuit)ના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં મહિલા સહિત 6નાં મોત
આ પણ વાંચો: ધોલેરામાં ભયાનક કાર અકસ્માત! કારમાં આગ લાગતા માતા-પુત્ર જીવતા સળગ્યા
આ પણ વાંચો: મહુવા કુબેર મંદિર નજીક પાર્ક કરેલી કારમાં આગ