Panchmahal News: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે નવા વર્ષની શરૂઆતમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરી (Panchamrut Dairy) દ્વારા દૂધ ઉત્પાદકોને મોટી ભેટ આપતાં દૂધના ખરીદ ભાવમાં (Milk Price Hike) પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.905 ચૂકવવામાં આવશે. નવા ભાવનો લાભ આગામી 21 નવેમ્બરના દૂધ બિલથી મળશે.
Panchamrut Dairy: પંચામૃત ડેરીના ચેરમેન અને નિયામક મંડળનો નિર્ણય
પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ આહીર અને નિયામક મંડળની બેઠકમાં પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરાતાં હવે દૂધ ઉત્પાદકોને (Milk Producers) રૂ.905 મળશે. 21 નવેમ્બરથી મળનારા દૂધ બિલમાં આ નવા ભાવનો અમલ કરવામાં આવશે.
ત્રણ જિલ્લાના પશુપાલકોને થશે સીધો ફાયદો
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની સાથે પશુપાલન પણ આવકનો મહત્ત્વનો આધાર છે. મોંઘવારી અને પશુદાણ સહિતના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દૂધના ખરીદ ભાવમાં થયેલો આ વધારો પશુપાલકોને આર્થિક રાહત આપશે.
ડેરીના આ નિર્ણયથી ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છે. પશુપાલકોએ નવા વર્ષ નિમિત્તે ભાવ વધારાની ભેટ આપવા બદલ પંચામૃત ડેરીના ચેરમેન અને નિયામક મંડળનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે પશુપાલકોને મોટી રાહત, રાહત દરે 13.55 લાખ કિલો ઘાસનું વિતરણ
આ પણ વાંચો: દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય: પશુપાલકોને હવે રૂ.1003 પ્રતિ કિલો ફેટ, રૂ.20નો વધારો
