Ahmedabad News/ બોનસનો મેસેજ આવે તો સાવધાન! PM યોજનાની ફેક લિંકથી મોબાઇલ હેક કરવાનો પ્રયાસ

PM યોજનાના નામે રૂ.8,000 બોનસનો વોટ્સએપ મેસેજ (WhatsApp Cyber Fraud) વાયરલ. APK ફાઇલથી બેંકિંગ વિગતો ચોરાવવાનું જોખમ, અમદાવાદ સાયબર ક્રાઇમે આપી ચેતવણી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
WhatsApp Cyber Fraud: ₹8,000 દિવાળી બોનસના નામે સાયબર ફ્રોડ

Ahmedabad News: દિવાળીના તહેવાર દરમિયાન લોકો સાથે સાયબર છેતરપિંડી (WhatsApp Cyber Fraud) કરવા માટે ઠગોએ નવો રસ્તો અપનાવ્યો છે. સોશિયલ મીડિયા અને WhatsApp પર પ્રધાનમંત્રી યોજનાના (PM Yojana Scam) નામે રૂ.8,000નું દિવાળી બોનસ મળવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે મોકલવામાં આવતી લિંક પર ક્લિક કરતાં મોબાઇલમાં APK ફાઇલ ડાઉનલોડ થાય છે. ત્યારબાદ વ્યક્તિની અંગત અને બેંકિંગ વિગતો મેળવી ખાતામાંથી નાણાં ઉપાડી લેવાનું જોખમ રહે છે. અમદાવાદ સાયબર ક્રાઇમને આ પ્રકારની છેતરપિંડી અંગે ફરિયાદો મળી છે.

WhatsApp Cyber Fraud: લિંક પર ક્લિક કરતાં APK ફાઇલ ડાઉનલોડ થાય છે

અમદાવાદ સાયબર ક્રાઇમનાં DCP લવિના સિંહાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી યોજના હેઠળ દિવાળી બોનસ તરીકે રૂ.8,000 મળવાના નામે WhatsApp પર મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં APK ફાઇલ ડાઉનલોડ થાય છે અને ત્યારબાદ એક નવું પેજ ખુલે છે. તેમાં અરજી કરીને યોજનાનો લાભ મેળવવાની લાલચ આપવામાં આવે છે.

આગળની પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ એપ્લિકેશન, ગેમિંગ એપ અથવા પેમેન્ટ લિંક ખોલવામાં આવે છે. કેટલાક કિસ્સામાં અસલી WhatsApp નંબર પણ માગવામાં આવે છે. આ રીતે WhatsAppને અન્ય ડિવાઇસ સાથે લિંક કરીને એકાઉન્ટ હેક થવાનું જોખમ ઊભું થઈ શકે છે.

બીજી APK ફાઇલથી બેંકિંગ વિગતો ચોરાવવાનું જોખમ

ઠગો લોકોને ખાતામાં રૂ.8,000 જમા (8000 Diwali Bonus Fraud) થયા છે કે નહીં તે જોવા માટે વધુ એક વખત ક્લિક કરવાનું કહે છે. આ પ્રક્રિયામાં બીજી APK ફાઇલ ડાઉનલોડ થઈ શકે છે. તેના માધ્યમથી મોબાઇલમાં રહેલી સંવેદનશીલ માહિતી અને બેંકિંગ વિગતો હેકર્સ સુધી પહોંચવાનું જોખમ રહે છે. પરિણામે બેંક ખાતામાંથી નાણાં ઉપડી શકે છે.

WhatsApp Cyber Fraud: ₹8,000 દિવાળી બોનસના નામે સાયબર ફ્રોડ
WhatsApp Cyber Fraud: ₹8,000 દિવાળી બોનસના નામે સાયબર ફ્રોડ

સાયબર ક્રાઇમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઠગ ટોળકીઓ દિવાળી સહિતના તહેવારો દરમિયાન સરકારની રાહત, વળતર કે વિશેષ યોજનાના નામે નકલી મેસેજ અને એપ્લિકેશન બનાવી લોકોને નિશાન બનાવે છે.

સરકાર તરફથી આવું કોઈ દિવાળી બોનસ જાહેર નથી

સાયબર ક્રાઇમની અપીલ મુજબ, પ્રધાનમંત્રી યોજના હેઠળ રૂ.8,000નું દિવાળી બોનસ આપવાની આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સરકાર તરફથી આવતી હોવાનો દાવો કરતા અજાણ્યા મેસેજ પર વિશ્વાસ ન કરવો. કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો સંબંધિત સરકારી કચેરી અથવા સત્તાવાર વેબસાઇટ દ્વારા જ અરજી કરવી.

લોકોએ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ અને WhatsApp કે અન્ય માધ્યમથી મળતી APK ફાઇલ ડાઉનલોડ ન કરવી જોઈએ. બેંકિંગ ID, પાસવર્ડ, OTP કે અન્ય અંગત વિગતો કોઈ અજાણી એપ્લિકેશન કે લિંક પર આપવી (Online Banking) નહીં. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે માત્ર અધિકૃત એપ સ્ટોરનો ઉપયોગ કરવો.

ભૂલથી લિંક પર ક્લિક થઈ જાય તો શું કરવું?

જો ભૂલથી આવી શંકાસ્પદ લિંક પર ક્લિક થઈ જાય અથવા નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો. સાથે જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી. સમયસર ફરિયાદ કરવાથી નાણાંના વધુ નુકસાનને રોકવામાં મદદ મળી શકે છે.


આ પણ વાંચો: અદાણી સિમેન્ટના HR હેડ સાથે લાખોની સાયબર ઠગાઈ, વોટ્સએપ પર આવેલી APK ફાઇલ બની મુસીબત

આ પણ વાંચો: સુરતમાં ઠગાઈના બે કેસ: વિઝા એજન્સી સામે ફરિયાદ, સ્ક્રેપ વેપારીના કરોડો ફસાયા

આ પણ વાંચો: નિવૃત્ત PSIને શેરબજાર અને ગેસ કોન્ટ્રાક્ટમાં મોટા નફાની લાલચ ભારે પડી: ગાંધીનગરના CA દંપતી સામે રૂ.1.94 કરોડની ઠગાઈની ફરિયાદ