Diwali 2026: લાભ પાંચમ (Labh Pancham 2026)નું પર્વ સુખ-સમૃદ્ધિ, પ્રગતિ અને વેપારમાં ઉન્નતિની કામના કરવાનો અવસર છે. ગુજરાત સહિત અનેક ક્ષેત્રોમાં આ દિવસે લક્ષ્મી-ભગવાન ગણેશની પૂજાની સાથોસાથ ચોપડા પૂજન (Chopda Pujan) કરવાની પણ પરંપરા છે. વર્ષ 2026માં લાભ પાંચમ ક્યારે મનાવવામાં આવશે અને એ દિવસે સવારથી માંડીને બપોર સુધીના કેટલા શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે? તો ચાલો જાણીએ લાભ પાંચમની સાચી તારીખ, લક્ષ્મી-ગણેશ પૂજન (Lakshmi-Ganesh Pujan)નો શુભ સમય અને પૂજાની પૂર્ણ વિધિ…
લાભ પાંચમ ક્યારે છે?
પંચાંગ અનુસાર, કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ લાભ પાંચમ મનાવવામાં આવે છે. વર્ષ 2026માં પંચમી તિથિ 13 નવેમ્બરની રાત્રે 8 વાગીને 42 મિનિટે શરુ થશે અને 14 નવેમ્બરની રાત્રે 11 વાગીને 23 મિનિટે સમાપ્ત થશે. 14 નવેમ્બરે સૂર્યોદય સમયે પંચમી તિથિ વિદ્યમાન હશે. આ કારણે ઉદયા તિથિના આધારે લાભ પાંચમ 14 નવેમ્બર 2026 (14 November 2026)ના રોજ શનિવારે મનાવવામાં આવશે.
લાભ પાંચમ પૂજાનું શુભ મુહૂર્ત (Labh Pancham 2026 Puja Mahurat)
લાભ પાંચમ પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા માટે 3 શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર ઉપલબ્ધ રહેશે.
સવારનું મુહૂર્ત- સવારે 06:06 થી 09:45 કલાક સુધી
અભિજીત મુહૂર્ત- સવારે 11:12 થી બપોરે 11:56 કલાક સુધી
વિજય મુહૂર્ત- બપોરે 01:23 થી 02:07 કલાક સુધી

આ રીતે કરો લક્ષ્મી-ગણેશ પૂજન
1. લાભપાંચમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરો.
2. ઘરના મંદિર અને દુકાનની સફાઈ કરીને એક બાજોઠ પર લાલ કે પીળું કપડું વસાવો.
3. એની ઉપર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરવો.
4. ઘીને દીવો પ્રગટાવીને અને ધૂપ કરીને પૂજાનો સંકલ્પ લેવો.
5. સૌથી પહેલા ભગવાન ગણેશને તિલક લગાવવું અને દૂર્વા, સિંદૂર, અક્ષત અને ફૂલ અર્પણ કરવા. મોદક અને લાડુનો પ્રસાદ ધરાવો.
6. ત્યાર બાદ માતા લક્ષ્મીને લાલ ફૂલ, કંકુ, અક્ષત અને મીઠાઈ ધરાવો.
7. પૂજાના અંતે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના મંત્ર જાપ કરવા. ત્યાર બાદ બંનેની આરતી ઉતારવી અને પ્રસાદ (Prasad) વિતરણ કરવું.
8. ભગવાન પાસે નવા કાર્યની શરુઆત અને વેપારમાં પ્રગતિ અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી.

ચોપડા પૂજનનું મહત્વ
લાભ પાંચમે વેપારીઓ માટે ચોપડા પૂજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે નવું વહીખાતું અથવા રજિસ્ટરને પૂજા સ્થાને રાખીને એની પૂજા કરવામાં આવે છે. એના પ્રથમ પાને કંકુથી સ્વસ્તિક બનાવીને શુભ-લાભ લખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પરંપરા નિભાવીને વેપારમાં ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
