Ahmedabad News/ ઓડિટ રિકવરી નહીં ભરો તો ગ્રાન્ટ નહીં મળે: અમદાવાદની 36 શાળાઓનો સરકારી હપ્તો રોકાયો

અમદાવાદની 36 શાળાઓની રૂ.1 કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ (Government Grant Stopped) અટકાવાઈ. ઓડિટ રિકવરીની બાકી રકમ ભર્યા બાદ જ 2026-27નો ગ્રાન્ટ હપ્તો મળશે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Government Grant Stopped: અમદાવાદની 36 શાળાઓનો ગ્રાન્ટ હપ્તો અટકાવાયો

Ahmedabad News: અમદાવાદ શહેરની 36 શાળાઓની રૂ.1 કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ અટકાવી (Government Grant Stopped) દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO Ahmedabad) કચેરીએ ઓડિટ રિકવરીની રકમ બાકી હોવાથી વર્ષ 2026-27નો ગ્રાન્ટ હપ્તો રોકવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓ પાસેથી રૂ.3 લાખથી વધુની ઓડિટ રિકવરી બાકી હોવાનું સામે આવ્યું છે. શાળાઓ બાકી રકમની ભરપાઈ કરશે ત્યાર બાદ જ ગ્રાન્ટનો હપ્તો રિલીઝ કરવામાં આવશે.

સરકાર દ્વારા કન્યા કેળવણી સહિતની યોજનાઓ હેઠળ શાળાઓને વર્ગોની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, એક વર્ગ દીઠ વાર્ષિક રૂ.36 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે, શાળાઓના ખાતાકીય હિસાબોનું ઓડિટ થયા બાદ કેટલીક શાળાઓમાં રિકવરી બાકી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં રકમ ભરપાઈ ન થતાં ગ્રાન્ટનો હપ્તો અટકાવવામાં આવ્યો છે.

Government Grant Stopped: મોટાભાગની શાળાઓ ફી વિકલ્પ ધરાવતી

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી (Gujarat Education Department) રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, શાળાઓના નિભાવ માટે સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે. કેટલીક શાળાઓ ફી વિકલ્પ સ્વીકારતી હોવાથી તેમને અનુદાન તરીકે માત્ર પગારની ગ્રાન્ટ આપવામાં આવે છે.

આવી 36 જેટલી શાળાઓમાં મોટાભાગે ફી વિકલ્પ ધરાવતી શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓની અગાઉના વર્ષોની ઓડિટ રિકવરી (School Audit Recovery) બાકી છે. જે શાળાઓની રિકવરી બાકી હોય તેમને DEO કચેરી દ્વારા નોટિસ આપવામાં આવે છે. દર વર્ષે શાળાઓને મળતી ગ્રાન્ટમાંથી પણ બાકી રકમની વસૂલાત કરવામાં આવતી હોય છે.

રિકવરી ભર્યા બાદ જ ગ્રાન્ટનો હપ્તો મળશે

DEO રોહિત ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, વારંવાર જાણ કરવા છતાં 36 શાળાઓએ બાકી રિકવરી માફ કરવા માટે દરખાસ્ત કરી હતી, પરંતુ તેને મંજૂરી મળી નથી. આથી બાકી રકમને ધ્યાનમાં રાખીને શાળાઓને મળવાપાત્ર ગ્રાન્ટનો હપ્તો હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે.

શાળાઓ દ્વારા ઓડિટ રિકવરીની બાકી રકમ ભરપાઈ કરવામાં આવશે તો તેમને મળવાપાત્ર ગ્રાન્ટનો હપ્તો રિલીઝ કરવામાં આવશે. જો રકમ ભરવામાં નહીં આવે તો ગ્રાન્ટનો હપ્તો અટકેલો જ રહેશે.


આ પણ વાંચો: દિવાળીમાં બાળકોને મળશે ભણતરથી બ્રેક! અમદાવાદમાં DEOએ શાળાઓને આપી ખાસ સૂચના

આ પણ વાંચો: વિદ્યાર્થીઓના વર્તનને લઈને DEOનો મોટો આદેશ: તમામ શાળામાં કાઉન્સેલિંગ, શિક્ષકોને ખાસ સૂચના

આ પણ વાંચો: DEOના સરપ્રાઈઝ ચેકિંગમાં મોટો ખુલાસો! મંજૂર સ્થળ છોડીને જુહાપુરામાં શાળા, મેનેજમેન્ટને નોટિસ