National News/ સોનિયા ગાંધી પરની પોસ્ટ કંગનાને ભારે પડી! હિમાચલમાં ભાજપ સાંસદ વિરુદ્ધ FIR નોંધાઈ

અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની સોનિયા ગાંધી અંગેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ (Kangana Police Complaint) વકર્યો છે. નિવૃત્ત કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ બાદ હિમાચલ પોલીસે કંગના વિરુદ્ધ FIR નોંધી છે. શિમલાના SPએ FIR નોંધાયાની પુષ્ટિ કરી છે.

Top Stories India Breaking News
Kangana Police Complaint: હિમાચલના નિવૃત્ત કેપ્ટને DGPને ફરિયાદ કરી

National News: ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની સોનિયા ગાંધી અંગેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને હિમાચલ પ્રદેશમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. શિમલા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ FIR નોંધી છે. નિવૃત્ત કેપ્ટન અતુલ શર્માની ફરિયાદના આધારે નોંધાયેલા આ કેસની પુષ્ટિ શિમલાના પોલીસ અધિક્ષક ગૌરવ સિંહે કરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196, 353 અને 356 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

10 નવેમ્બરની સોશિયલ મીડિયા પોસ્ટ સામે વાંધો

ફરિયાદી અતુલ શર્માના જણાવ્યા મુજબ, કંગના રનૌતના વેરિફાઇડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી 10 નવેમ્બરે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીનાં મૃત્યુ સાથે જોડાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ફરિયાદમાં આ પોસ્ટમાં સોનિયા ગાંધી અને મેનકા ગાંધી અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ હતો કે પોસ્ટમાં ઐતિહાસિક ઘટનાઓને ભ્રામક રીતે રજૂ કરીને એવી ટિપ્પણીઓ કરવામાં આવી છે, જેનાથી જાહેર શાંતિ અને સામાજિક સૌહાર્દને અસર થઈ શકે છે.