Food Recipe/ ખરનાનો પારંપરિક પ્રસાદ…કેવી રીતે બનાવાય છે ગોળ અને ચોખાની આ ખીર?

‘ખરના’નો અર્થ છે આખો દિવસ ઉપવાસ કરવો, મોટા ભાગે આ ઉપવાસ નિર્જળા રાખવામાં આવે છે.સાંજે આંબાના લાકડા પર આ ખાસ ગોળની Kharna Kheer Recipe…

Trending Food Lifestyle
Kharna Kheer Recipe...છઠ પૂજાના auspicious પર્વ પર બનાવો 5 સ્ટેપમાં બનતી આ બિહાર special વાનગી!

Food Recipe: છઠ મહાપર્વ (Chhath Puja) બિહાર સહિતના ભારતના અનેક ક્ષેત્રોમાં અને રાજ્યોમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. ‘નહાય-ખાય’ થી શરુ થતા આ પાવન પર્વના બીજા દિવસે ‘ખરના’ હોય છે. આ દિવસે વ્રત કરનારી મહિલાઓ ખરનાની ખીર (Kharna Kheer Recipe) બનાવે છે અને એને પ્રસાદના રુપે વહેંચવામાં આવે છે. ‘નહાય-ખાય’ થી જ શુદ્ધ અને સાત્વિક ભોજન ખાવાની શરુઆત થાય છે. ખરનાના દિવસે વિશેષ કરીને દૂધ, ચોખા અને ગોળથી બનેલી ખીર બનાવવામાં આવે છે. આ ખીરને સૂર્ય દેવ અને છઠ્ઠી મૈયાને અર્પિત કરવામાં આવે છે અને પછી પરિવારના લોકો એને પ્રસાદ રુપે ગ્રહણ કરે છે.

જો તમે પણ ખીરના શોખીન હો તો આ પ્રકારની ખરના વાળી ખીર બનાવીને અવશ્ય ખાવી. ‘ખરના’નો અર્થ છે આખો દિવસ ઉપવાસ કરવો, મોટા ભાગે આ ઉપવાસ નિર્જળા રાખવામાં આવે છે….સાંજે આંબાના લાકડા પર આ ખાસ ગોળની ખીર બનાવવામાં આવે છે. સૂર્યને સાંજે અર્ઘ્ય આપ્યા બાદ જ પારણા કરવામાં આવે છે.

શી રીતે બનાવશો ખરના ખીર? (Kharna Kheer Recipe)

ખરના સ્પેશ્યલ ખીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Kharna Kheer Ingredients
Kharna Kheer Ingredients

સામગ્રી

2 લિટર દૂધ

1 કપ ચોખા

200 ગ્રામ ગોળ

1 નાની ચમચી ઈલાયચી

સૂકો મેવો (ઇચ્છાનુસાર)

2 ચમચી દેશી ઘી

પાણી આવશ્યકતા અનુસાર

Kharna Kheer Recipe
Kharna Kheer Recipe

બનાવવાની વિધિ

1. ખરનાની ખીર ચોખા (Rice)થી બને છે અને એમાં ગળપણ માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ 1 કપ ચોખા લેવા. એને ધોઈને 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા.

2. 2 થી 3 લીટર દૂધ (Milk) લઈને એને ઘટ્ટ કરવા મૂકવું. દૂધમાં ઉભરો આવે પછી એમાં ધોયેલા ચોખા ઉમેરીને પકાવી લેવા.

3. ગોળના નાના-નાના ટુકડા કરી લેવા જેથી એ સરળતાથી ઓગળી શકે. જ્યારે દૂધમાં ચોખા સારી રીતે રંધાઇ જાય પછી એમાં ગોળ સીધો ન ઉમેરવો કારણકે ઘણી વાર એમ કરવાથી ખીર ફાટી શકે છે.

4. ગોળને એક અન્ય વાસણમાં થોડું પાણી નાખીને ધીમા તાપે ઓગળવા દેવો. જ્યારે ચોખા લગભગ રંધાવા આવે ત્યારે આ ગોળવાળું પાણી ખીરમાં મિક્સ કરી દેવું.

5. અહિં ખીરને સતત હલાવતા રહીને પકાવતા રહેવાનું છે. જ્યારે ખીર તૈયાર થવા આવે ત્યારે 1 નાની ચમચી ઈલાયચી પાવડર મિક્સ કરવો. એમાં ઝીણા સમારીને સૂકા મેવા ઉમેરી દેવા. પછી સ્વાદવર્ધન કરવા માટે દેશી ઘી ઉમેરીને ગૅસ બંધ કરી દેવો.

આ ખીરમાં ગોળનું પ્રમાણ તમારી ઈચ્છાનુસાર રાખી શકો છો. તો તૈયાર છે ખરનામાં ગ્રહણ કરવા માટેની સ્વાદિષ્ટ ખીર (Kharna Kheer Recipe)…જો તમે છઠનું વ્રત ન પણ કરતા હો તો આ ખીર બનાવીને ખાવી. એનો સ્વાદ તમને એક અલગ જ ફ્લેવર આપશે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં આ ખીર ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તમારા પરિવારને આ ખીર બનાવીને ખવડાવી શકો છો.


આ પણ વાંચો: વ્રતમાં 1 વાડકી આ રાજગરાની ફ્રુટ ખીર ખાઈ લો…દિવસભર થાક કે નબળાઈ નહિં લાગે! એનર્જીથી ભરપૂર રેસિપી…

આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!