Rajkot News: સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં (Rajkot Bedi Yard) સાત દિવસના દિવાળી વેકેશન બાદ લાભપાંચમના શુભ મુહૂર્તે ખેત પેદાશોની હરાજીનો (Labh Pancham Auction) ફરી પ્રારંભ થયો છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે જ અંદાજે 1100 વાહનોમાં ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વાહનોની આવક થતાં યાર્ડની બહાર લાંબી કતારો જોવા મળી હતી. મુહૂર્તની હરાજીમાં મગફળીના પ્રતિ મણ રૂ.1610 અને મગના રૂ.1910 ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
Labh Pancham Auction: મગફળી અને મગની હરાજીથી શરૂઆત, જીરુંના ભાવ રૂ.5600 સુધી
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા મુજબ, લાભપાંચમના દિવસે મગફળી (Groundnut Price) અને મગ (Moong Price) એમ બે જણસીની હરાજીથી શરૂઆત કરવામાં આવી હતી. તેમાં 20 કિલો મગફળીનો ભાવ રૂ.1610 અને મગનો ભાવ રૂ.1910 બોલાયો હતો. આ ઉપરાંત જીરુંના ભાવ રૂ.5300થી રૂ.5600 સુધી નક્કી કરવામાં આવ્યા છે. અન્ય ખેત પેદાશોની હરાજી પણ આગામી દિવસોમાં ક્રમશઃ શરૂ કરવામાં આવશે.
ઉત્પાદનમાં ઘટાડો, ભાવમાં તેજીની આશા
બજારના જાણકારો અને વેપારીઓના મતે, આ વર્ષે ખેત પેદાશોના ઉત્પાદનમાં અંદાજે 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, બજારમાં ભાવમાં 25થી 30 ટકા સુધીની તેજી જોવા મળી રહી છે. વેપારીઓના અંદાજ મુજબ આગામી દિવસોમાં તલ, મગ અને સોયાબીન સહિતના પાકોના ભાવ દિવાળી પહેલાં કરતાં પણ ઊંચા જઈ શકે છે. જો આવું થાય તો ખેડૂતોને પોતાની જણસીના સારા ભાવ (Gujarat APMC Market) મળવાની આશા છે.
આ પણ વાંચો: જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે રાત્રે 8 વાગ્યા સુધી જ જીરુની આવક લેવાશે
આ પણ વાંચો: રાજુલા માર્કેટિંગ યાર્ડમાં હવે પરસાણા યુગની શરૂઆત, ફટાકડા અને મીઠાઈ સાથે વધામણાં
આ પણ વાંચો: કડીના સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાંથી સરકારી અનાજનો જથ્થો જપ્ત
